સાબરકાંઠા,તા.૨૫
સામાન્ય રીતે પોતાના સંતાનને કરંટ લાગે અને તે ૪૦ ટકા દાઝી જાય તો તેના માવતરનો જીવ કપાઈ જતો હોય છે, જા કે સાબરકાંઠા જીલ્લામાં એક પુત્રને કરંટ લાગતા માતા-પિતાને દુખ તો થયું પણ તેનાથી અનેક ઘણી થઇ ખુશી.
આ યુવાન ૧૦ કલાક પહેલા હતો પાગલ. હા, માન્યામાં નહી આવે પણ આ છે સત્ય હકીકત પણ આજે વીજળીના એક જારદાર જટકાએ આજે એની જિંદગી બદલી દીધી છે.
મૂળ રાજસ્થાનનો આ યુવાન પાગલપનમાં જ આજે સવારે વિજયનગર તાલુકાના અભાપુર ગામ પાસે આવેલી જી.ઈ.બીની ડીપી પર ચડી ગયો અને ધડાકા સાથે નીચે પછડાયો. ૪૦ ટકા શરીર દાજી ગયું. તો ૧૦૮ દ્વારા તેને સારવાર માટે હિમતનગર ખસેડાયો હતો.
સાતેક વર્ષ પહેલા આ યુવાનના લગ્ન થયેલા. જાકે લગ્ન બાદ બેરોજગારી અને માનસિક તણાવના કારણે તેનું મગજ છટકી ગયું હતું અને પાગલ બની આ વિસ્તારમાં ફરતો રહેતો હતો. છેલ્લા બે દિવસથી તે લાપતા હતો. ત્યારે આજે આ વિસ્તારમાં આવેલી ડીપી પર તે ચડી ગયેલો.
સામાન્ય રીતે લોકો માટે ઘાતકી અને જીવલેણ બનતો વીજળીનો કરંટ આદિવાસી પરિવાર માટે આશીર્વાદરૂપ બન્યો છે. હાલમાં તેના માતાપિતાને માટે એક સાથે બે ખુશીના વધામણા થયા છે. એક તો દીકરો બચી ગયો એની અને બીજી સાત વર્ષ બાદ પોતાના પુત્ર સાજા નરવો થયો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



