આજ રોજ ભરૂચ તાલુકાના કેલોદ ગામ ખાતે જિલ્લા પંચાયત સ્વંભંડોળ માંથી સ્લેબડ્રેઈન ગરનાળાનું લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ જશુબેન પઢિયાર તથા બાંધકામ સમિતિના ચેરમેન મહેન્દ્રસિંહ રાજ,જિલ્લા કોંગ્રેસ સમિતિના પરીમલસિંહ રણા,જિલ્લા પંચાયતના સભ્ય શકીલ અકકુજી, કેલોદ ગામના સરપંચ સુરેખા પટેલ, વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

કેલોદ ગામમાં કેટલાય સમય થી નાળુ સાકાળુ અને નબળું હોવાથી ગ્રામજનોને આવવા જવા માટે ઘણીજ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોઈ ગામના સરપંચ દ્રારા જિલ્લા પંચાયતના સભ્ય શકીલ અકકુજીની રજુઆત કરતાં જિલ્લા પંચાયત સ્વંભંડોળ માંથી ૧૨ લાખના ખર્ચે સ્લેબડ્રેઈનગરનાળાનું કામકાજ પૂર્ણ થતા આજ રોજ ગ્રામજનો માટે જિલ્લા પંચાયતના આગેવાનો અને સભ્યો દ્રારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




