શોપિયામાં સેના પર ગ્રેનેડથી આતંકી હુમલો,૧ જવાન ઘાયલ : કુપવાડામાં એક આતંકી ઠાર

0
16

શ્રીનગર,તા.૨૯
જમ્મુ કાશ્મીરમાં રમજાન માસ દરમિયાન જાહેર કરાયેલું સીઝફાયર પૂર્ણ થતાં સતત સેના દ્વારા આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારે કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઓપરેશનમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. આ ઓપરેશન કુપવાડાના ત્રેહગ્રામ વિસ્તારમાં થયું છે. ઓપરેશન લગભગ ૫.૩૦ વાગ્યાથી ચાલી રહ્યુ છે. આ ઉપરાંત આતંકીઓએ શોપિયાંમાં સેનાની ટુકડી પર ગ્રેનેડ ફેંક્યા હતા જેમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે. જે બાદથી શોપિયાંમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.
અમરનાથ યાત્રાને કારણે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ પણે સજ્જ છે. ગુપ્તચર વિભાગની સુચનામાં કહેવાયું છે કે પાકિસ્તાનનું આતંકી ગ્રુપ લશ્કર-એ-તોયબા પવિત્ર ગુફા તરફ જતાં રસ્તામાં પડતા પિસ્સૂ ટોપ અને શેશાંગ પર હુમલો કરી શકે છે.
આ બંને સ્થા રણનીતિ રીતે ઘણાં જ સંવેદનશીલ માનવામાં આવે છે. સુરક્ષાને જાતાં એજન્સીઓએ અનેક પ્રકારની તૈયારીઓ કરી છે, કે જેથી કોઈપણ પરીસ્થિતિઓનો સામનો કરી શકાય.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY