યુસીજીએ જેએનયુ-બીએચયુ સહિત ૬૦ શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયતત્તા આપી

0
143

ન્યુ દિલ્હી,
તા.૨૧/૦૩/૨૦૧૮

આ તમામ સંસ્થાઓ યુજીસીના પેરામીટરમાં જ રહેશે : જાવડેકર

અલીગઢ મુસ્લમ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ સહિત તમામ ૬૦ સંસ્થાઓને શિક્ષણનું સ્તર સતત શ્રેષ્ઠતમ જાળવી રાખવાના કારણે આ સ્વાયત્તતા મળી

યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશન એ દેશની ૬૦ યુનિવર્સિટી અને કોલેજાને ઓટોનોમી એટલે કે સ્વાયત્તતા આપી છે. હવેથી આ શિક્ષણસંસ્થાઓ પોતાના નિર્ણયો જાતે લઈ શકશે. તેમણે કોઈ પણ મહત્વના નિર્ણયો માટે બીજાના ઉપર નિર્ભર નહી રહેવુ પડે. જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી, બનારસ હિંદુ યુનિવર્સિટી, અલીગઢ મુસ્લમ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ સહિત તમામ ૬૦ સંસ્થાઓને શિક્ષણનું સ્તર સતત શ્રેષ્ઠતમ જાળવી રાખવાના કારણે આ સ્વાયત્તતા મળી છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે સરકારનો પ્રયાસ છે કે ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા સાથે સ્વાયત્તતા પર પણ ભાર મૂકવામાં આવે. સરકારે કુલ ૬૦ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ઓટોનોમી માટે પસંદ કરી છે. તેમાં ૫ સેન્ટ્રલ યુનિવર્સિટી, ૨૧ સ્ટેટ યુનિવર્સિટી, ૨૪ ડીમ્ડ યુનિવર્સિટી અને ૨ પ્રાઇવેટ યુનિવર્સિટીને સામેલ કરવામાં આવી છે. ૮ કોલેજાને પણ સ્વાયત્તતા આપવામાં આવી છે.

જાવડેકરે જણાવ્યું કે આ તમામ સંસ્થાઓ યુજીસીના પેરામીટરમાં જ રહેશે. પરંતુ, તેમને નવા કોર્સ શરૂ કરવા, કેમ્પસ ખોલવા, સ્કલ ડેવલપમેન્ટ કોર્સ શરૂ કરવા, રિસર્ચ પાર્ક અને નવા એકેડેમિક પ્રોગ્રામ શરૂ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. આ સંસ્થાઓ વિદેશી ફેકલ્ટી, પ્રોત્સાહન આધારિત પગાર, ઓપન ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ ચલાવવા માટે યુજીસીની અનુમતિ નહીં લેવી પડે.

આ સંસ્થાઓમાં સેન્ટ્રલ યુનિવર્સિટી : જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી, બનારસ હિંદુ યુનિવર્સિટી, અલીગઢ મુસ્લમ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ, તેલંગણાની ઇંગ્લશ અને ફોરેન લેંગ્વેજ યુનિવર્સિટી

સ્ટેટ યુનિવર્સિટી : જાધવપુર યુનિવર્સિટી (કોલકાતા), અલગપ્પા યુનિવર્સિટી (તમિલનાડુ), નાલ્સર યુનિવર્સિટી ઓફ લા તેલંગણા, સાવિત્રી વાઇ ફૂલે (પુણે), આંધ્ર યુનિવર્સિટી (વિશાખાપટ્ટનમ), નેશનલ લા યુનિવર્સિટી (દિલ્હી) ઉત્કલ યુનિવર્સિટી, ભુવનેશ્વર કુરૂક્ષેત્ર યુનિવર્સિટી, કુરરૂક્ષેત્ર શ્રી વૈંકટેશ્વર યુનિવર્સિટી, તિરૂપતિ ઉસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ ગુરૂનાનક દેવ વિશ્વવિદ્યાલયનો સમાવેશ થાય છે. આ સિવાય પણ અમૃતસર જમ્મૂ વિશ્વવિદ્યાલય, જમ્મૂ મૈસૂર યુનિવર્સિટી, મૈસૂર અન્ના યુનિવર્સિટી, ચૈન્નઈ પંજાબ વિશ્વવિદ્યાલય ચંદીગઢ કાકતીય યુનિવર્સિટી, વારંગલ પંજાબ યુનિવર્સિટી, પટિયાલા રાજીવ ગાંધી લો વિશ્વવિદ્યાલય, પટિયાલા નેશનલ લો યુનિવર્સિટી, ઓડિશા મદ્રાસ યુનિવર્સિટી, ચેન્નઈ ગુરૂ જમ્ભેશ્વર સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિશ્વવિદ્યાલય, હિસાર

ડીમ્ડ યુનિવર્સિટી : હોમી ભાભા રાષ્ટીય સંસ્ખાન, મુંબઈને ફાયદો મળશે. મહારાષ્ટ રાષ્ટીય સંસ્કૃત વિદ્યાપીઠ તિરૂપતિ, આંધ્રપ્રદેશ ગાંધી ઈન્સ્ટટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ નરસી મોંજી ઈન્સ્ટટ્યૂટ ઓફ સ્ટડિઝ, મુંબઈ શ્રી રામચંદ્ર મેડિકલ કોલેજ ઓફ રિસર્ચ ઈન્સ્ટટ્યૂટ, ડો. ડિ.વાઈ. પાટીલ વિદ્યાપીઠ, પૂના શાસ્ત્રા, થંડાવુર, તમિલનાડુ સિમ્બાયસિસ ઈન્ટરનેશનલ ઈન્સ્ટટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી, દત્તા મેઘે ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ટાટા ઈન્સ્ટટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ

પ્રાઇવેટ યુનિવર્સિટી : સોનીપતની ઓપી જિંદાલ યુનિવર્સિટી, ગુજરાતની પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો પણ સમાવેશ કરાયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY