આતંકવાદી મન્નાનને શહીદનો દરજ્જો આપવાની માગ કરતા વિધાર્થીઓને મળી નોટીસ

0
7

ન્યુ દિલ્હી,તા.૧૨
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં ગુરુવારે સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઢાર માર્યા હતા. આ આતંકવાદીઓમાંથી એક અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્કોલરથી હિજબુલ મુજાહિદીનનો આતંકી બનેલો મન્નાન બશીર વાણી પણ છે.
જેવી જ મન્નાનના માર્યા ગયાના સમાચાર એએમયુ પહોંચ્યા તો કેટલાક વિદ્યાર્થીઓએ તેને શહીદ જાહેર કરીને નમાઝ એ જનાઝા પઢવાની કોશિશ કરી હતી. જેના ઉપર વિવાદ સર્જાયો હતો. જ્યારે ચાર વિદ્યાર્થીઓને કારણ બતાઓ નોટિસ ફટકારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મીડિયા ઉપર ગુરુવારે સાડા ત્રણ વાગે કેનેડી હોલ પરિસરમાં નમાઝ-એ-જનાઝાનું આયોજ કરવાના સમાચાર મળ્યા હતા. નિર્ધારિત સમય ઉપર કાશ્મીરના આશરે ૧૫૦ વિદ્યાર્થીઓ જમા થયા હતા. સીનિયર વિદ્યાર્થીઓએ આનો વિરોધ કર્યો હતો.
પ્રોક્ટોરિઅલ બોર્ડ પણ સ્થળ ઉપર પહોંચ્યું હતું. આ દરમિયાન કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે તેમની બોલાચાલી પણ થઇ ગઇ હતી. ત્યારબાદ સુરક્ષા કર્માચરીઓએ વિદ્યાર્થીઓને ત્યાંથી ભગાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સીનિયર વિદ્યાર્થીઓના વિરોધ અને પ્રોક્ટોરિયલ બોર્ડની સૂઝબૂઝથી સ્થિતિ કાબુમાં રહી હતી. મન્નાનને શહીદનો દરજ્જો આપવાની માગ સાથે અડેલા વિદ્યાર્થીઓને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે શિસ્તભંગ માટે ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY