મનોહર પાર્રિકરની એઈમ્સમાં કેબિનેટ બેઠક, ખાતાઓની ફાળવણી પર થઇ શકે છે ચર્ચા

0
26

ન્યુ દિલ્હી,તા.૧૨
ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરે શુક્રવારે એઈમ્સમાં કેબિનેટ બેઠક બોલાવી છે. એવું પહેલી વખત થશે કે જ્યારે એઈમ્સમાં કેબિનેટ બેઠક થશે. જેમાં ભાજપ સરકારને સમર્થન કરતી બીજી પાર્ટીઓના સભ્યો પણ સામેલ થશે. પાર્રિકરને પૈન્ક્રિયાટિક સંબંધી બીમારીના ઈલાજ માટે ૧૫ સપ્ટેમ્બેર એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં છે.
સૂત્રો મુજબ પાર્રિકરની બેઠકમાં મંત્રીઓની સાથે સમર્થન આપનારી મહારાષ્ટÙ ગોમાંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટીના સભ્યો સાથે પણ ચર્ચા કરશે. આ દરમિયાન વિભાગની વહેંચણીને લઈને પણ ચર્ચા થશે.
ભાજપ સૂત્રોએ જણાવ્યું કે એમજીપી નેતા અને લોક નિર્માણ મંત્રી સુદિન ધવલીકર, જીપીએફ નેતા અને શહેરી યોજના મંત્રી વિજય સરદેસાઈ, રાજસ્વ મંત્રી રોહન ખાંઉટે, કળા અને સંસ્કૃતિ મંત્રી ગોવિંદ ગવડેને બેઠકમાં બોલાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત અપક્ષ ધારાસભ્ય પ્રસાદ ગાઓનકર પણ એઈમ્સ પહોંચશે.
ગોવિંદ ગાવડેએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે મને બોલાવવામાં આવ્યો છે. બેઠકમાં કોણ કોણ સામેલ થશે તેની જાણકારી મને નથી. બેઠકમાં કયા વિષયો પર ચર્ચા થશે તેની પણ જાણકારી નથી.
પાર્રિકરની બીમારીને લઈને વિપક્ષી કોંગ્રેસે ગોવા સરકારની સ્થિરતા પર સવાલ ઉઠાવ્યાં હતા. કોંગ્રેસના ૧૫ ધારાસભ્યોએ ૧૯ સપ્ટેમ્બરે રાજ્યપાલ મૃદુલા સિન્હા સાથે મુલાકાત કરી ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી. આ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી. તેઓએ કહ્યું હતું કે પાર્રિકર ગોવાના મુખ્યમંત્રી બની રહેશે અને કેબિનેટમાં ટૂંક સમયમાં ફેરફાર થઈ શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY