શાસન વિરોધી પરિબળો વચ્ચે ભાજપ સામે કેટલાક પડકારો

0
31

નવી દિલ્હી, તા.૬
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી હતી. છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. આ પાંચ રાજ્યોની ચૂંટણી લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ સમાન બનનાર છે. આ ચૂંટણીથી લોકસભા ચૂંટણીને લઈને દિશા નક્કી થશે. રાજસ્થાનમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જારદાર દેખાવ કરીને જીત મેળવી હતી. આ વખતે બંને વચ્ચે સીધી ટક્કર છે. રાજસ્થાનમાં છેલ્લે ૨૦૧૩માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે જારદાર સપાટો બોલાવીને ૧૬૦ સીટો જીતી હતી. કોંગ્રેસને ૨૫ અને અન્યોને ૧૫ સીટો મળી હતી. આવી જ રીતે મધ્યપ્રદેશમાં છેલ્લા ૧૫ વર્ષથી ભાજપની સરકાર રહેલી છે. નવેમ્બર ૨૦૦૫માં શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદથી તેઓ ત્રીજી અવધિમાં મુખ્યમંત્રી તરીકે છે. આ વખતે મધ્યપ્રદેશમાં પણ ભાજપને જારદાર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં વિધાનસભાની ૨૪૦ સીટો છે. એક તબક્કામાં ૨૮મી નવેમ્બરના દિવસે મતદાન યોજાશે. અહીં પણ શાસન વિરોધી પરીબળો આ વખતે જારદાર છે અને લોકોની નારાજગી દેખાઈરહી છે. છત્તીસગઢમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણી ૨૦૧૩માં યોજાઈ હતી. જેમાં ભાજપે સપાટો બોલાવ્યો હતો. આ વખતે અહીં બે તબક્કામાં મતદાન યોજાનાર છે. જે પૈકી પ્રથમ તબક્કામાં ૧૨મી નવેમ્બરે અને બીજા તબક્કામાં ૨૦મી નવેમ્બરે મતદાન યોજાશે. ૨૭ જિલ્લાઓમાં વિધાનસભાની કુલ ૯૧ સીટો છે જે પૈકી ૯૦ સીટો પર હંમેશા મતદાન થાય છે. એક એન્ગલો ઈÂન્ડયન સીટ છે. આ રાજ્યમાં ભાજપ હાલ સત્તામાં છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY