રાજપીપલા કોલજના ગેટ પાસે બે જૂથો વચ્ચે અથડામણ

0
36

સામસામે 9 શખ્સો વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

હોટેલ પર બેસવા બાબતે ઝગડો થતા મારામારી થઇ અને ધીંગાણું સર્જાયું : એક જૂથ બીજાને ઘરે જઈને ધમકી આપી

રાજપીપળા :
રાજપીપળા કોલજના ગેટ પાસે બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ જેમાં પાઇપો અને લાકડીઓ ઉછળી હતી, જેમાં રાજપીપલા પોલીસ સ્ટેશનમાં સામસામે 9 શખ્સો વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે

રાજપીપળા ના કેટલાક મિત્રો મોવી રોડ ઉપર આવેલ શિવશકિત હોટલ ઉપર જમવા માટે ગયા હતા. જેમાં બેસવા જતા સાધારણ ધકકો વાગી ગયો હતો. એ બાબતે બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી, ત્યાંતો મામલો થાળે પડી ગયો પરંતુ જેની રીસ રાખી રાજપીપલા કોલેજના ગેટ પાસે આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા ઉપેન્દ્રસિંહ પ્રવિણસિંહ સેલોટ ને રાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા ઋષિરાજ ઉર્ફે સ્વીટુ વિજયસિંહ કઠવાડીયા, કરણ સાબુવાલા, કિશન કાઠીયાવાડી, મારૂતિ ગોહિલ, હાર્દિકસિંહ ગોહિલના ઓ દ્વારા લોખંડની પાઇપ અને લાકડીઓ વડે હુમલો કર્યો, જ્યારે બીજીબાજુ પંચવટી સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ ગોપાળસિંહ સોલંકી, કાસ્બો ઉર્ફે ઉપેન્દ્રસિંહ સેલોટ, રોહન વસાવા તથા બીજા બે ઈસમો એમ મળી પાંચથી છ લોકો રાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા ઋષિરાજસિંહ કઠવાડીયાના ઘરે જઈ ઘર પાસે પાર્ક કરેલ ફોર વ્હીલ ગાડી ને લાકડી સળીયો પથ્થર મારી ગાડીના કાચ તોડી નાંખી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે બાબત ની જયવંતિકાબેન ઋષિરાજસિંહ કઠવાડીયા એ રાજપીપળામાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આમ એક સામાન્ય ઝગડો મોટું રૂપ ધારણ કર્યું અને અંતે બંને જૂથો સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 9 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY