ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટી-૨૦

0
12

સવારે ૧૧.૩૦ કલાકે મેચ શરૂ
ભારત માટે ‘કરો યા મરો’, ઈન્ડિયા ૧-૦થી પાછળ
ઓકલેન્ડ,તા.૭
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આજે બીજી ટી૨૦ ઓકલેન્ડમાં રમાશે. પ્રથમ ટી૨૦માં ભારતીય ટીમનો ૮૦ રને કારમો પરાજય થયો હોવાથી આજની મેચ ભારત માટે જીતવી ફરજિયાત છે. હાલ ત્રણ મેચની ટી૨૦ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા ૧-૦થી પાછળ છે.
ભારત તરફથી આજની મેચમાં શુભમન ગિલ ટી૨૦ ડેબ્યૂ કરી શકે છે. વન ડેમાં ન્યૂઝિલેન્ડ સામે ડેબ્યૂ કર્યા બાદ બે મેચમાં તેનો દેખાવ સારો રહ્યો નથી. ભારતીય ટીમ આજની મેચ જીતવા માટે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે.
બીજી વન ડે ઓકલેન્ડના ઈડેન પાર્કમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સવારે ૧૧.૦૦ કલાકે ટોસ થશે અને ૧૧.૩૦ કલાકે મેચ શરૂ થશે.
મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોટ્‌ર્સ, ડીડી સ્પોટ્‌ર્સ પરથી થશે. મેચનું લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર, જિયો ટીવી અને એરટેલ ટીવી પરથી જોઈ શકાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY