આરબીઆઇની પોલિસી બાદ માર્કેટમાં સામાન્ય ઘટાડો, સપાટ સ્તરે થયુ બંધ

0
4

મુંબઇ,તા.૭
આજે રજૂ થયેલી આરબીઆઈની પોલિસી બાદ બજારમાં નફોવસુલી હાવી થતા બજારમાં દિવસ દરમિયાન જાવા મળતી તેજી બાદ સપાટ થઈને બંધ થયો છે. નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં ઉપરી સ્તર પર દબાણ જાવા મળી રહ્યું હતુ જા કે નિફ્ટી ૧૧૦૫૦ પાર થવામાં સફળ રહ્યો હતો.
બેન્ક નિફ્ટીમાં ૧૫ પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. નીચલા સ્તર પર થોડો સુધારો જાવા મળ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સમાં જાશ જાવા મળ્યો હતો અને ૧૨૫ પોઈન્ટ વધીને બંધ થયો હતો.
ગુરૂવારના કારોબારી સત્રમાં ભારતીય શેર બજારમાં સામાન્ય કડાકા સાથે બંધ થયો છે. દિવસનો કારોબાર સમેટાય ત્યારે સેન્સેક્સમાં ૪ પોઈન્ટનો મામુલી ઘટાડો થયો છે. આ સાથે જ ૩૬,૯૭૧ પર અને નિફ્ટી ૬ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧,૦૬૯ પર કારોબાર કરી બંધ થયો છે. તો નિફ્ટી ૫૦ શેરોમાં ૩૦ લીલા નીશાન પર ૨૨ લાલ નીશાન પર બંધ થયો છે. ઈન્ડેક્સની વાત કરીએતો નિફ્ટી મિડકેપ ૦.૬૮ ટકા અને સ્મોલકેપ ૦.૬૫ ટકાની તેજી સાથે બંધ થયો.
આજના કારોબારમાં નિફ્ટી ઓટોમાં ૧.૯૮ ટકાની તેજી સાથે નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ ૦.૦૩ ટકાના ઘટાડા સાથે નિફ્ટી એફએમસીજી ૦.૭૯ ટકાની તેજી સાથે નિફ્ટી આઈટી ૦.૧૯ ટકાની તેજી સાથે નિફ્ટી મેટલ ૦.૧૦ ટકાની તેજી સાથે નિફ્ટી ફાર્મા ૧.૬૮ ટકાની તેજી સાથે નિફ્ટી રિયાલિટી ૦.૦૭ ટકાના ઘટાડા સાથે કારોબાર કરી બંધ થયો છે.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૪.૧૪ પોઈન્ટ એટલેકે ૦.૦૧ ટકાના ઘટાડા સાથે ૩૬૯૭૧.૦૯ના સ્તર પર બંધ થયો હતો. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૬.૯૫ પોઈન્ટ એટલેકે ૦.૦૬ ટકાની તેજી સાથે ૧૧૦૬૯.૪૦ના સ્તર પર બંધ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY