લોકસભા ચૂંટણી ભાજપ જીતશે અને મોદી ફરી એકવાર વડાપ્રધાન બનશેઃ ઝુનઝુનવાળા

0
5

મુંબઇ,તા.૭
દેશના દિગ્ગજ રોકાણકાર ઝુનઝુનવાળાએ
મુંબઈમાં બુધવારે થયેલ ટાઈકોન સમિટને સંબોધિત કરતા વાતો કરી હતી કે આવનારી લોકસભા ચૂંટણીમાં બીજેપી ચૂંટણી જીતશે અને મોદી એક વાર ફરી વડાપ્રધાન બનશે. તેમણે એમ પણ કહ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામ ખૂબ જ ચોંકાવનારા હશે. તેમને રૂપિયાની અસ્થિરતાને વિકાસ માટે ભયાનક ગણાવી છે. મુંબઈમાં થયેલ ટાઈકોન સમિટને સંબોધિત કરતા તેમણે વાતો કરી હતી.
ઝુનઝુનવાળાએ કહ્યું છે કે, ડેમોગ્રાફિક ઈવોલ્યૂશનના કેસમાં ભારત સૌથી સ્થિર સ્થિતિમાં છે. આઝાદી પછી દરેક દશકમાં ભારતે વિકાસમાં વધારો કર્યો છે. દિગ્ગજ નિવેશકે કહ્યું કે વિકાસ અને સમૃધ્ધિ ત્યારે જ આવે છે જયારે વ્યવસ્થામાં ભારે ઉથલ-પાથલ થાય. જેવું ભારત અને અમેરિકામાં થયું છે. ભારતના વિકાસમાં લોકતંત્ર, ઉધમશીલતા અને પ્રાકૃતિક સંસાધનનું મોટું યોગદાન છે.
નિવેશની વાત આવે છે તો વાસ્તવમાં કેવો દ્રÂષ્ટકોણ હોવો જાઈએ તો ઝુનઝુનવાળા તેનો સાધારણ જવાબ આપતા કહે છે કે બેહદ નમ્રતા, તેના સિવાય કાંઈ જ નહી. તેમણે કહ્યું કે કોઈ પણ નિવેશકમાં પહેલાં ગુણ તરીકે આશાવાદ હોવું જાઈએ.
તેમના મુજબ વૈશ્ર્વિક સ્તર પર બે મોટા કારણ છે, જે ભારતના વિકાસને નુકસાન પહોંચાડી શકે છે. પહેલું છે રૂપિયાની અસ્થિરતા અને બીજું છે વધતુ જતુ દેવું. જા કે તેમનું માનવું છે કે વેપાર, યુધ્ધ અને કાચાં તેલના બજારો પર કંઈ વધારે પ્રભાવ પડશે નહીં. ઝુનઝુનવાળાએ કહ્યું કે, વૈશ્વિક આર્થિક સુસ્તીનો સીધો મતલબ છે કે તે નાણાંકીય બજારોને પ્રભાવિત કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY