સુરત,તા.૨૮
સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલ શાંગ્રીલા હાઈટ્સમાં થયેલી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. થોડા દિવસ પેહલા પા‹કગમાંથી એક બાઈકની ચોરી થઇ હતી અને અમુક દિવસો બાદ મોંઘીદાટ કાર લઈને ચોરો બાઈક તે જ જગ્યા પર છોડીને ચાલ્યા ગયા હતા. આ સમગ્ર ઘટના બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.
સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલ શાંગ્રીલા હાઈટ્સમાં થોડા દિવસ પેહલા ચોક્કસ ગેંગના માણસો કાર લઈને આવીને બાઈક ચોરી કરીને નીકળી ગયા હતા. જાકે ઘટના થોડા દિવસોમાં ફરીથી તે જ માણસો કાર લઈને આવીને બાઈક તે જ જગ્યા પર મૂકી ગયા હતા.
જાકે આ બાબત રહીશો માટે પણ ચોંકાવનારી હતી જે બાબતે ગંભીરતાથી જયારે સીસીટીવી ચેક કરવામાં આવ્યું ત્યારે માલુમ પડ્યું કે કાર લઈને આવતી આ ગેંગના સભ્યોનું જ કારસ્તાન છે. તે બાઈક ફરી પાછી કેમ મૂકી ગયા તે એક પ્રશ્ન છે પરંતુ જાવા જઈ તો જયારે આ ઘટના સીસીટીવીમાં જાઇ ત્યારે તેમાં એક યુવક બહાર ઉભો છે. અન્ય બાઈક છોડવા જાય છે અને તેની કારનો નંબર પણ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે. કારનો નંબર ર્ય્ત્નં૫ત્નસ્૯૯૭૨ છે.
જાકે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી. રહીશોનું માનવું છે કે આ ચોર ગેંગ છે અને બાઈકની ચોરી કરે છે આ મામલે પોલીસ જા ઊંડાણપૂર્વક તપાસ કરે તો ચોક્કસ કારણ બહાર આવશે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




