અવંતીપોર,તા.૪
દક્ષિણ કાશ્મીરના અવંતીપોરમાં ભારતીય વાયુસેનાના કર્મીઓને લઈ જઈ રહેલું એક વાહન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ દુર્ઘટનામાં વાયુસેનાના બે જવાનોએ જીવ ગુમાવ્યા છે.
દુર્ઘટનાનો ભોગ બનેલાઓમાં સ્ક્વાડ્રન લિડર રાકેશ પાંડેય અને કાર્પરલ અજય કુમારનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં એક અધિકારી અને એરમેન પણ ઘાયલ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાથી ગુરવાર સવારે ભારતીય વાયુસેનાના બે જવાન એક ગાડીથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ગાડીનો અકસ્માત થઈ ગયો અને બંને જવાનોના મોત થયા.
દુર્ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થાનિક પોલીસ અને વાયુસેનાના અધિકારી પહોંચી ગયા એન તેઓએ મૃતદેહોને કબજામાં લીધા. વાયુસેનાના અધિકારી દુર્ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી કે આ દુર્ઘટના કેવી રીતે થઈ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



