સુષ્મા સ્વરાજ,જ્યોતિરાદિત્ય સિંધિયાની સંપત્તિ ૧૨૨ ટકા વધી

0
6

ન્યુ દિલ્હી,તા.૪
એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના એક રિપોર્ટ અનુસાર, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસ નેતા જ્યોરિદિત્ય સિંઘિયાની સંપત્તિ ૨૦૦૯થી ૨૦૧૪ દરમ્યાન ૧૨૨ ટકા વધી ગઈ છે. મધ્ય પ્રદેશના વિદિશાથી સાંસદ સુષ્મા સ્વરાજની સંપત્તિ ૨૦૦૯માં લગભગ સાત કરોડ રૂપિયા હતી જે ૨૦૧૪માં વધીને ૧૭ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તો બીજી બાજુ ગુનાથી સાંસદ જ્યોરિદિત્ય સિંઘિયાની સંપત્તિ ૨૦૦૯માં ૧૫ કરોડ રૂપિયાથી વધી ૨૦૧૪માં ૩૩.૦૮ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
રિપોર્ટ અનુસાર, કેટલાએ સાંસદોની સંપત્તિમાં આ દરમ્યાન ૧૦૦થી ૪૦૦ ટકા વધી ગઈ છે. આ દરમ્યાન લોકસભા સાંસદ અને સ્પીકર સુમિત્રા મહાજનની સંપત્તિમાં બહુ વધારો થયો નથી. તેમની સંપત્તિ ૨૦૦૯માં ૧.૦૭ કરોડ રૂપિયા હતી, જેમાં ૨૦૧૪માં ૧૩૫ ટકાનો વધારો થયો છે. તે સૌથી ઓછા આવકવાળી સાંસદ પણ છે. તેમની વાર્ષીક આવક ૬ લાખ રૂપિયા છે.
આઈટીઆર અનુસાર, સુષ્મા સ્વરાજની વાર્ષિક આવક ૨.૬૯ કરોડ રૂપિયા છે, જ્યારે સિંઘિયાએ પોતાની વાર્ષીક આવક ૪૦ કરોડ રૂપિયા જાહેર કરી છે. સતનાથી ચાર વખતના બીજેપી સાંસદ ગણેશ સિંહની સંપત્તિમાં ૪૦૦ ટકા એટલે કે, ચાર ગણઓ વધારો થયો છે. ૨૦૦૯માં તેમની સંપત્તિ ૭૩ લાખ રૂપિયા હતા જે ૨૦૧૪માં વધીને ૩.૭૮ કરોડ થઈ ગઈ છે.
આ સિવાય બીજેપીના હોશંગાબાદથી સાંસદ ઉદય પ્રતાપ સિંહની સંપત્તિમાં ૨૩૪ ટકાનો વધારો થયો છે. બૈતુલના સાંસદ જ્યોતિ ધ્રુવની સંપત્તિમાં ૨૬૮ ટકા વધારો થયો છે. ગ્વાલિયરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની સંપત્તિ ૨૦૦૯માં ૩૪.૫૩ લાખ રૂપિયા હતા જે ૨૦૧૪માં વધીને ૧.૧૪ કરોડ થઈ ગઈ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY