ન્યુયોર્ક,તા.૧૦
ઘણાં સમય સુધી રાહ જાયા બાદ આખરે મારવેલ કોમિક્સ સુપરહીરો ટીમ એવેન્જર્સ સીરીઝની અમેરિકન સુપરહીરો પર આધારિત ફિલ્મ એવેન્જર્સઃ એન્ડગેમનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની જાહેરાત ૨૦૧૪ માં એવેન્જર્સ : ઇન્ફીનિટી વોર પાર્ટ ૨ તરીકે થઇ હતી. મારવેલ સિનેમેટિક યુનિવર્સની આ ૨૨ મી ફિલ્મ છે.
આ ફિલ્મનું ટ્રેલર જેવું ઈન્ટરનેટ પર આવ્યું કે તરત જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું હતું. ચાહકોએ આ ટ્રેલરને વધાવી લીધું. આ ટ્રેલરને જાઇને લોકો ખુબ જ ઉત્સાહમાં હતા. એવેન્જર્સનાં ચાહકોએ આ ટ્રેલરને એટલો પ્રેમ આપ્યો કે આ ટ્રેલરે અત્યાર સુધીના બધાં રેકોર્ડ તોડી નાખ્યા છે.
એવેન્જર્સઃ એન્ડગેમ મુવીનું ટ્રેલર એમનાં બધાં મુવી કરતાં ૨૪ કલાકમાં ૨૮૯ મિલિયન વ્યુ મેળવનારું પહેલું મુવી બની ગયું છે. મારવેલ સ્ટુડીયોનું આ મુવી ટ્રેલર એમનાં બધાં મુવી ટ્રેલર કરતાં સૌથી વધુ વાર જાવાયું છે માત્ર ૨૪ કલાકમાં. એવેન્જર્સ : ઇન્ફીનિટી વોર ટ્રેલરનાં પહેલાં ૨૪ કલાકમાં ૨૩૦ મિલિયન વ્યુ મળ્યાં હતા. જયારે એવેન્જર્સઃ એન્ડગેમનું ટ્રેલરને ૫૦ મિલિયન વ્યુ વધુ મળ્યાં હતા. આ વાતને લઈને મારવેલ સ્ટુડીયોએ એમનાં ચાહકોનો આભાર માનતા ટ્વીટ કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





