ન્યુ દિલ્હી,તા.૧૦
એક્સિસ બેંકનાં ચેરમેન તરીકે શિખા શર્મા નિવૃત થતાં તેમનાં સ્થાને અમિતાભ ચૌધરીને તેનાં ચેરમેન બનાવાયા છે. જે ૧ જાન્યુઆરી ૨૦૧૯થી બેંકનો ચાર્જ લેશે.
અમિતાભ ચૌધરી આ હાલ એચ.ડી. એફ.સી. સ્ટાંડર્ડ લાઈફ ઈંસ્યોરંસનાં ચીફ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહયા છે. એક્સિસ બેંકે એપ્રિલમાં નવાં ચેરમેન તરીકે એક કમીટીની રચના કરી હતી. એ પહેલાં શિખા શર્મા ૯ વર્ષથી ચેરેપર્સન તરીકે રહ્યા હતા. અને તેમનો કાર્યકાળ હજુ પુરો નથી થયો ત્યારે જ તેમણે નિવૃતિનો પ્રસ્તાવ મુકી દેતાં તેમનાં ઉત્તરાધિકારી શોધવાની કવાયત હાથ ધરાઈ હતી. જેનાં માટે બેંકે ગ્લોબલ કંસલ્ટંસી ફર્મ એગોન જેહનડર ને નવાં પ્રમુખ કોને બનાવવા તેની જવાબદારી સોંપી હતી. ચૌધરી ૧ જાન્યુ ૨૦૧૯ થી ત્રણ વર્ષ માટે ચેરમેન તરીકે નિયુક્ત થયાં છે.
એચ.ડી.એફ.સી. સ્ટાંડર્ડ લાઈફ ઈંસ્યોરંસમાં તેમણે આઈ.પી.ઓ. માં ખુબ સફળતા મેળવી હતી. તેમણે ૧૯૮૭માં બેંક ઓફ અમેરિકાથી પોતાની કારકિર્દી શરુ કરી હતી. અને ત્યારબાદ બેંકમાં એમ.ડી. તરીકે તેમાં તેઓ સાઉથ એશિયન બેંકિંગ અને ટેક્નોલોજી ઈંવેસ્ટમેંટ બેકિંગ ટેક્નોલોજીમાં તેઓ કામ કરી ચુક્યા છે. તો ત્યારબાદ તેઓ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધી તેઓ ઈંફોસિસમાં બીપીઓ તરીકે કામ કર્યુ હતુ. એચ.ડી.એફ.સી સાથે તેઓ ૨૦૧૦થી જાડાયેલા છે. તેમણે બિર્લા ઈંસ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી એંડ સાયંસમાંથી ઈલેક્ટ્રોનિક્સ એંડ ટેક્નોલોજીમાં એંજિયરિંગ તેમજ આઈ.આઈ. એમ. અમદાવાદથી પોતાનું શિક્ષણ લીધુ હતુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



