ઈલેક્ટ્રિક કારના ૩૪૯ માડલ ૨૦૨૦ સુધીમાં ભારતમાં દોડશે

0
48

ન્યુ દિલ્હી,તા.૧૦
પેટ્રોલ-ડીઝલના આસમાને જઈ રહેલા ભાવની વચ્ચે ભારતમાં ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ કારને લઈને સરકાર અને કંપનીઓની તૈયારીઓ ઝડપી બની ગઈ છે. અનેક મોટી કંપનીઓ ૨૦૨૦ સુધી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે જ્યારે સાત વર્ષની અંદર ભારતમાં ૩૪૯ મોડલ બજારમાં જાવા મળશે.
આવામાં જે લોકો નજીકના ભવિષ્યમાં કાર ખરીદવા માટે ઈચ્છુક છે તેના માટે સારા સમાચાર છે. ગ્લોબલ મોબિલિટી સંમેલન વચ્ચે આવેલી આંતરરાષ્ટ્રીય શોધ સંગઠન આઈસીસીટીના રિપોર્ટથી આ તથ્ય સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર દુનિયાની તમામ કાર કંપનીઓ ઈલેક્ટ્રિક કારના નવા-નવા મોડલોનું ડિઝાઈન તૈયારી કરી રહી છે.
૨૦૧૯ સુધીમાં જે મોડલ આવવાના છે તેમાં ઓડી ઈ-ટ્રોન સ્પોર્ટસબેક, જગુઆર એક્સજે, મિની ઈ, ટેસ્યલા મોડલ-૩, વોલ્વો એક્સિસી ૪૦, નિશાન આઈડીએસ, ઓડીક્્યુ-૬ ઈ-ટ્રાન અને પોર્શ મિશન ઈનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર મોટા શહેરોમાં ઈલેક્ટ્રિક કારનું વેચાણ વધી રહ્યું છે. લોસ એન્જલસમાં અત્યાર સુધી સૌથી વધુ એક લાખ ઈલેક્ટ્રિક કાર છે જ્યારે શાંઘાઈ, બીજિંગ, ઓસ્લો અને સેન ફ્રાન્સીસ્કોમાં આ સંખ્યા ૫૦-૫૦ હજારથી વધુ થઈ ચૂકી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY