આયકર વિભાગ ભરૂચ દ્વારા કરદાતાઓને સમયસર આયકર ચુકવવાની અપીલ કરી

0
77

ભરૂચ:
આજરોજ ભરૂચ આયકર વિભાગ ખાતે વડોદરાથી આવેલ મુખ્ય આયકર આયુક્ત ડૉ. રણન્જય સિંહ મુલાકાત અર્થે આવ્યા હતા. ભરૂચ ખાતે આવેલ આયકર વિભાગની બે શાખાઓની કાર્યપદ્ધતિ વિષેની માહિતી આપતાં જણાવ્યું હતું કે બંને રેંજ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન લગભગ રૂ.૨૯૦ કરોડ આયકર પહોચ્યો હતો જેમાં માર્ચ મહિના સુધી રૂ.૩૨૦ કરોડ સુધી પહોચવાની શક્યતા છે. સાથે જ તેમને જણાવ્યું હતું કે દરેક નાગરિક જો સ્વેચ્છાએ અને સમયસર પોતાનો આયકર ભરે તો દેશની પ્રગતિમાં તેમનો સહયોગ થયો કહેવાય સાથે જ તેમને ઉમેર્યું હતું કે જેઓ આયકર સમયસર ભરતા નથી કે પછી આયકરના દાયરા આવે છે છતાં ભરવાની ઈચ્છા રાખતા નથી તેમની પર અમારી નજર હમેશા રહેલી છે. આવનાર સમયે તેમને કોઈ પણ જાતની પેનલ્ટી ન ચૂકવવી પડે જેથી સમયસર આયકર ભરીને આયકર વિભાગને સહયોગ આપે.
જોવાનું એ રહ્યું કે પ્રજા જયારે સમયસર આયકર ભરતી હોય અને જયારે મોટા ઉદ્યોગપતિઓ પ્રજાના પરસેવાના પૈસા બેંકોમાંથી લોનો લઈને રફુચક્કર થઇ જાય છે ત્યારે કોઈ અધિકારી કે ખાતું જવાબદારી સ્વીકારવા તૈયાર થતું નથી જેથી પ્રજા પોતાના પરસેવાના પૈસાનો આયકર કેમ ચુકવે તેવો પ્રજામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY