ભરૂચ:
પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રંગ કૃપા બંગલોઝ મકાન નંબર એ/૭૧ માં ભાડાંના મકાનમાં રહેતા જગદીશ નામના યુવક દ્રારા કોઈ અગમ્ય કારણસર પોતાની પત્ની અને પોતાના બે બાળકોની હત્યા કરી જાતે પણ પોતાના ગળા ભાગે ચાકુ ફેરફી આત્મહત્યા કરવાની કોશિશ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘાયલ અવસ્થામાં જગદીશને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો .જ્યાં તેની હાલત ગંભીર જણાંતા તેને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"