હાપુડના ગાંધી રેલવે ફાટક પાસે બની દર્દનાક ઘટના યૂપીના હાપુડમાં રેલ્વે લાઈન ઓળંગતા ટ્રેનની અડફેટે સાત લોકોના મોત

0
62

હાપુડ(ઉત્તરપ્રદેશ),તા.૨૬
ઉત્તરપ્રદેશના હાપુડ જિલ્લાના પિલખુવામાં રેલવે લાઈન ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવી જવાથી સાતનાં મોત થયાં છે. મૃતકોમાં મોટા ભાગના યુવાનોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીથી ફૈઝાબાદ જતી પદ્માવત એક્સપ્રેસ પિલખુવામાં રાત્રે ૯.૩૦ વાગ્યે થોડીવાર માટે ઊભી હતી. આ દરમિયાન કેટલાક રેલવેયાત્રીઓ ટ્રેનમાંથી ઊતરીને પાટા ઓળંગીને બીજી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જીઆરપી મુરાદાબાદના એસપી એસ. સી. દુબેએ જણાવ્યું હતું કે સાત યુવાનોનું એક ગ્રૂપ પાટા ઓળંગવાની કોશિશ કરી રહ્યુ હતું ત્યારે તેમની નજર સામે આવી રહેલી ટ્રેન પર પડી હતી.
આ જાઈને લોકો પાછળ જવા લાગ્યા હતા અને તેમને ખબર ન હતી કે તેમની પાછળ પાટા પર રેલવેનું એન્જિન્ આવી રહ્યુ છે અને તેઓ ટ્રેનના એન્જિન્ નીચે આવી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે પાંચ યુવાનોનાં પાટા પર જ ટ્રેન નીચે કપાઈ જવાથી મોત થયાં હતાં જ્યાર એકનું પાછળથી હોસ્પિટલમાં મોત થયું હતું.
આ અકસ્માતની જાણ થતાં રેલવેના ડિવિઝનલ મેનેજર અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સહિત અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમણે ટ્રેન નીચે કપાયેલા મૃતદેહનાં પોસ્ટમોર્ટમ કરવાની સાથે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી હતી. આ ટ્રેન નીચે કપાઈ ગયેલા તમામ સાતેય યુવાનો મકાન ધોળવાનું કામ કરી રહ્યા હતા.
આ માટેનો કોન્ટ્રાક્ટ તેમને મળતાં તેઓ ગાઝિયાબાદથી હૈદરાબાદ જવાના હતા, પરંતુ ટ્રેન ચૂકી જવાના કારણે તેઓ પાટા ઓળંગીને ઘરે પરત જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં સર્વોદયનગરના વિજય અને આકાશ, સાદિકપુરાના સલીમ, સમીર, અજય અને આરિફનાં સ્થળ પર જ મોત થયાં હતાં, જ્યારે ઘાયલ થયેલા રાહુલનું પાછળથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
પિલખુવાના ગાંધી રેલવે ક્રોસિંગ નજીક રેલવે ટ્રેક પર બેઠેલા સાત યુવાનોનાં મોત બાદ અનેક પ્રકારના સવાલ ઊભા થયા છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે દિલ્હી તરફથી આવી રહેલા એન્જિનનો અવાજ આ યુવાનોને કેમ સંભળાયો ન હતો? એવું તો ન હતું કે તમામ યુવાનોએ ઈયર ફોન લગાવ્યા હતા, જાકે પોલીસ-વહીવટીતંત્રના અધિકારીઓ આ બાબતમાં તપાસ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY