હનુમાનને દલિત કહીને યોગી આદિત્યનાથે પાપ કર્યું છેઃ શંકરાચાર્ય

0
6

અયોધ્યા,તા.૩૦
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે રીતે હનુમાનને દલિત ગણાવ્યા ત્યારપછી હંગામો સતત વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેના વિશે જારદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ટિપ્પણી પછી ઘણા હિન્દૂ સંગઠનો દ્વારા યોગી આદિત્યનાથ સામે મોરચો ખોલી નાખવામાં આવ્યો છે. પીઠાધીશ્વર શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા જણાવવામાં આવ્યું કે સીએમ યોગીએ પાપ કર્યું છે.
પીઠાધીશ્વર શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા દલિત શબ્દ પર જારદાર પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમને કહ્યું કે દલિત શબ્દની ઉત્પત્તિ માયાવતીએ કરી હતી. તેવામાં હનુમાનને આ શબ્દ દ્વારા સંબોધિત કરવું ખોટું છે. હનુમાને રુદ્ર રૂપ છોડીને વાનર રૂપ ધારણ કર્યું હતું. આપણી સંસ્કૃતિમાં દેવતાઓ અને વાનરની કોઈ જાતિ નથી હોતી. આપણી સનાતન સંસ્કૃતિમાં ‘દલિત’ શબ્દનો ઉલ્લેખ પણ નથી. દલિત શબ્દ તો રાજનીતિની દેન છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY