મુંબઈ,તા.૩૦
૨૦૧૩માં અમેરિકી પાર્ન ઇન્ડસ્ટ્રીને અલવિદા કહેનાર બોલીવુડ સ્ટાર બનનારી સની લિયોની પોતાના ફિલ્મી સફરમાં મળેલા લોકોથી વધારે ખુશ નથી. સનીને લગભગ ૬ વર્ષ પછી લાગી રહ્યું છે કે તેની સાથે જેટલી મોટી મોટી વાતો કરવામાં આવી હતી, જે સપનાઓ બતાવવામાં આવ્યા હતા તે બધા જ ખાલી હવા સાબિત થયા. આ કારણે જ સનીએ પોતાના કરિયરની ધૂરા ખુદ સંભાળવાનો નિર્ણય કર્યો.
ગત દિવસોમાં સની લિયોનીએ પોતાની જિંદગીને લઇને વેબસીરીઝ બનાવી હતી અને તેણે જ તેમાં અભિનય કર્યો હતો. આ વિબસીરીઝ ફ્લાપ રહી હતી અને હવે સની લિયોની પોતાના પતિ ડેનિયલ વેબર સાથે બાળકોની સાર-સંભાળમાં વ્યસ્ત છે. આમ છતા સનીએ બોલીવુડમાં ચમકવાની આશા નથી છોડી અને તેનું ધ્યાન સારી વાર્તાઓ પર છે. ૩૭ વર્ષની થઈ ચુકેલી સનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, “મારો રસ હવે સારી વાર્તાઓમાં છે. હું દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કરવા ઇચ્છુ છું. મારા માટે સૌથી મોટી સમસ્યા છે સારા લોકોની શોધ કરવી.” કેનેડામાં જન્મેલી અને અમેરિકામાં પાર્ન કેરિયર બનાવનારી તેમજ બોલીવુડમાં ૬ વર્ષથી કામ કરી રહેલી સની લિયોનીને લાગે છે કે સારા લોકોનો સાથ મળવો ઘણો જ જરૂરી છે.
સનીએ કહ્યું, “મે પહેલા એ લોકો સાથે કામ કર્યું જેમણે મારી આગળ મોટી મોટી વાતો કરી. મોટા મોટા સપના બતાવ્યા. આ લોકો મને લઇને સારી ફિલ્મો ના બનાવી શકિયા. મે તેમને જે ભરોસો આપ્યો હતો તેના કરતા વધારે સારું પરફાર્મન્સ આપ્યું હતુ.”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



