ન્યુ દિલ્હી,તા.૨૫
પીએમ મોદીએ આયુષ્માન ભારત યોજનાને લોન્ચ કર્યાના ૨૪ કલાકમાં ૧૦૦૦ લોકોએ તેનો લાભ લીધો હોવાનો દાવો સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો છે.
આયુષ્માન ભારત યોજનાને સરકાર દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ તરીકે પ્રોજેક્ટ કરી રહી છે.૨૩ સપ્ટેમ્બરે તેનુ પીએમ મોદીએ ઝારખંડમાં લોન્ચિગ કર્યુ હતુ.
આ યોજનાના ભાગરુપે ૧૦ કરોડ ગરીબ પરિવારોને પાંચ લાખ રુપિયા સુધીની તબીબી સારવાર મળવાની છે. જેનુ પ્રીમીયમ સરકાર ભરશે. આમ ગરીબો માટે પણ હવે ખાનગી હોસ્પિટલોમાં સારવાર શક્યતા બની છે.
બીજી તરફ આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યુ છે કે લોન્ચ થયાના ૨૪ કલાકમાં ૧૦૦૦ લોકો આ યોજનાનો લાભ લઈ ચુકવ્યા છે.
આ યોજનાનો લાભ કોન મળશે તે જાણવા માટે mera.pmjay.gov.in વેબસાઈટ પર જઈને જાણકારી મેળવી શકાય છે. આ યોજનાની વધારે જાણકારી ૧૪૫૫૫ ફોન નંબર પર ઉપલબ્ધ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



