રાજ્યમાં સ્વાઈન ફલૂથી અત્યાર સુધી ૧૦ના મોત : કુમાર કાનાણી

0
32

ગાંધીનગર,તા.૨૫
રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર ચારેકોર વકર્યો છે. આવુ નિવેદન આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ ગાંધીનગર ખાતે આપ્યુ છે. જણાવ્યુ કે સ્વાઈન ફલૂના કારણે રાજ્યમાં અત્યાર સુધી ૧૦ લોકનાં મોત નિપજ્યા છે. જેમા સ્વાઈન ફલૂમાં અમદાવાદ નંબર વન, બીજા નંબરે સુરતનો સમાવેશ થાય છે. દિવસેને દિવસે વધી રહેલા સ્વાઇન ફ્લૂને કારણે કુલ ૪૦૮ કેસ નોંધાયા છે.
રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી જણાવ્યુ કે હાલ ૨૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે અને ૧૮૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. કહ્યુ કે રાજ્યની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને જરુરૂ એવી દવાનો પૂરતો જત્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરોને સંલગ્ન હોસ્પિટલ સાથે સંકલન કરવા તાકીદ કરાઇ છે.
રાજ્યની મહાનગર પાલિકાને પણ સુચના આપવામા આવી છે કે અક્સીર ઉકાળો આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જાઇએ. જણાવ્યુ કે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મહાનગરોના કમિશ્નરને સુચના આપવામાં આવી છે કે ઉકાળો પાવાની શરૂઆત કરવામાં આવે. હાલ ભીડભાડ વાળી જગ્યાઓ પર ઉકાળો આપવામા આવી રહ્યો છે. તમામ જિલ્લા અધિકારીઓ હોસ્પિટલની મુલાકાત લઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કુમાર કાનાણીએ વલસાડ જિલ્લામાં પણ આયુષ્યમાન ભારત યોજના કાર્યક્રમમાં વકરતા સ્વાઇન ફ્લૂને લઇને જણાવ્યુ હતુ કે રાજ્યમાં યોજાતા લોક મેળાઓને કારણે સ્વાઈન ફલૂના દર્દીઓ વધ્યા છે. જાકે રાજ્ય સરકાર સ્વાઈન ફલૂને લઇને જાગૃત છે. જાકે સ્વાઈન ફ્લૂના કહેરને પહોંચી વળવા માટે રાજ્યસરકાર આ દિશામાં સતર્ક હોવાનું પણ મંત્રીએ નિવેદન આપ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY