મોદીની આયુષ્યમાન ભારત યોજનાને ફટકો : હોસ્પિટલોએ સસ્તામાં સારવાર કરવાની ના પાડી

0
331

ન્યુ દિલ્હી,તા.૩૧
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેશના ૫૦ કરોડ લોકોને સ્વાસ્થ્ય વીમો આપવાની યોજનાને મોટી કોર્પોરેટ હોસ્પિટલ તરફથી ઝટકો મળ્યો છે. આ હોસ્પિટલોએ આયુષ્યમાન ભારત યોજના હેઠળ દર્દીઓની સસ્તામાં સારવાર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્લી સહિત મેટ્રો શહેરમાં નામાંકિત પ્રાઈવેટ હોસ્પિટલોએ આયુષ્યમાન ભારત હેઠળ સસ્તામાં સારવાર કરવાનો ઈન્કાર કર્યો છે. સરકારે કેન્દ્રીય સ્વાસ્થ્ય યોજનાની કિંમતોથી પણ ઓછી કિમતે આયુષ્યમાન ભારતને રજૂ કરવામાં આવી છે. જેનાથી ખાનગી હોસ્પિટલને મોટુ નુકશાન થઈ શકે છે.
સુત્રોનું માનીએ તો યાદીમાં ફોર્ટિસ, મેદાંતા અને મેક્સ તથા એપોલો જેવી મોટી હોસ્પિટલોનો સમાવેશ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, બે હજારથી પણ વધુ હોસ્પિટલોએ આ નિર્ણય લીધો છે. જેના પગલે દિલ્લી જેવા શહેરમાં સારવાર ઉપલ્ધ કરાવવી સરકાર માટે પડકાર બની ગયો છે.
તો પ્રાઈવેટ હોસ્પિટલના સંગઠન એસોસિએશન ઓફ હેલ્થ કેયર પ્રોવાઈડર્સના ડા. ગિરધર જ્ઞાનીએ જણાવ્યું કે સરકારે જાહેર કરેલી યોજનામાં બિમારીઓના લગભગ ૧૩૫૨ પેકેજ સામેલ છે. જેની કિંમત બહુ ઓછી છે. જેથી વ્યવહારીક રીતે કોઈ પણ દર્દીની સારવાર કરવી કોઈ પણ હોસ્પિટલ માટે સંભવ નથી.
તો મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, આયુષ્યમાન ભારત યોજના કોઈ પણ હોસ્પિટલ માટે અનિવાર્ય નથી. ૧૫ જૂનથી હોસ્પિટલોના આવેદનપત્ર સ્વીકારવામા આવશે. જો આ દરમિયાન કોર્પોરેટ હોસ્પિટલ આવેદનપત્ર નહીં આપે તો સરકાર વાતચીતનો રસ્તો ખુલ્લો કરશે. જા તેમ છતાં પણ હોસ્પિટલોને મુશ્કેલી થશે તો એ દિશામાં અલગથી કાયદા બનાવવામાં આવશે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY