લખનઉ,તા.૨૬
સીટે જળ નિગમ ભરતી કૌભાંડમાં સપા સરકારમાં મંત્રી રહેલા આઝમ ખાન સહિત અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ વગેરે કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આઝમ ખાન નગર વિકાસ મંત્રી હોવા ઉપરાંત જળ નિગમના અધ્યક્ષ હતા. કેસમાં જળ નિગમના તત્કાલિન એમ.ડી પી.કે.આસૂદાની, નગર વિકાસ વિભાગના પૂર્વ સચિવ એસ.પી.સિંહ (હવે સેવાનિવૃત્ત), તત્કાલિન ચીફ એન્જિનિયર અનિલ કુમાર ખરે અને આઝમના તત્કાલિન ઓએસડી સૈયદ આફાક અહેમદના નામ છે.
સપા શાસનકાળમાં જળનિગમમાં ૧૩૦૦ પદ પર થયેલી ભરતીઓમાં અનિયમિતતાના આરોપ લાગ્યા હતા. યોગી સરકારની રચના બાદ શાસનને તેની તપાસ સીટને સોંપી હતી. સીટે ૨૯ માર્ચે પોતાનો તપાસ રિપોર્ટ તંત્રને સોંપ્યો હતો જેના પર રાય સરકારે ફરિયાદ નોંધાવાની પરવાનગી આપી હતી. ડીઆઈજી પ્રવીણકુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે પાંચેય આરોપીઓ સહિત અન્ય લોકો વિરુદ્ધ કૌભાંડ, છેતરપિંડી, ષડયંત્ર, પૂરાવાનો નાશ અને ભ્રષ્ટાચાર નિવાણ અધિનિયમ હેઠળ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૭માં સીટે જળ નિગમ હેડકવાર્ટર પર દરોડો પાડી ભરતી સંબંધી દસ્તાવેજા પોતાના કબજામાં લીધી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે જળ નિગમમાં નિયમોને નેવે મુકી ભરતીઓ કરવામાં આવી હતી. આ મામલામાં ઓનલાઈન પરીક્ષા કરાવનારી સંસ્થા એપટેકના અધિકારીઓની ભૂમિકા પણ સવાલના દાયરામાં છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"