અમૃતસર,તા.૨૬
પંજાબના છેલ્લા શીખ મહારાણી જિંદ કૌરની કાનની વાળી બ્રિટનની હરાજીમાં એક લાખ ૭૫ હજાર પાઉન્ડ (લગભગ ૧.૬ કરોડ રૂપિયા)માં વેચાઇ છે. યુકેના હરાજી ઘર બોનાહેમ્સે તેનો અંદાજ ૨૭ લાખ રૂપિયા સુધી વેચાશે તેવો અંદાજા લગાવ્યો હતો. પરંતુ આ વારસો છ ઘણી વધુ કિંમત પર વેચાયો હતો.
જિંદ કૌર મહારાજા રણજીત સિંહની સૌથી નાની પત્ની હતા. ૧૮૩૯માં મહારાજા રણજીત સિંહના મૃત્યુ પછી તેમની અન્ય રાણીઓએ જાહર કર્યું હતું. પરંતુ જિંદ કૌરે આમ કર્યું નહી અને પંજાબનું સિંહાસન સંભાળ્યું હતુ. ૧૮૪૩માં તેમના પાંચ વર્ષના પુત્ર દલીપ સિંહને નવા રાજા અને તેમને રાજ્યના આશ્રયદાતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ બ્રિટિશ શાસન દ્વારા પંજાબને પોતાના અંકુશ હેઠળ લઈને, રાણીને તેમના પુત્રથી અલગ કરીને તેમને કેદ કર્યાં હતા.
આ સમય દરમિયાન, કોહિનૂર હીરાની સાથે રાણીના આભૂષણ પણ બ્રિટનના રાણી વિક્ટોરિયાને આપવામાં આવ્યા હતા. ૧૮૬૧માં રાણી ઈંગ્લેન્ડ આવ્યા હતા ત્યારે વાળી સહિતના તેમના આભૂષણ તેમને પાછા આપવામાં આવ્યા હતા. ૧૮૬૩માં રાણી મૃત્યુ પામ્યા હતા. ઇસ્લામિક એન્ડ ઇન્ડિયન આર્ટના પ્રમુખ ઓલિવર વ્હાઈટએ જણાવ્યું હતું કે, જ્વેલરીનું આટલી મોટી રકમમાં વેચાણ તેનું મહત્વ દર્શાવે છે. આ વાળી એ હિંમતવાન સ્ત્રીની નિશાની છે, જેમણે તેમના રાજ્ય અને ગૌરવની હારને પણ સંપૂર્ણ દ્રઢતા સાથે સહન કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"