જંગ એ ગુજરાત  ના અહેવાલ ની અસર,બગડેલી કેક ની ફરિયાદ બાદ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ ત્રાટક્યું

0
100

આખરે રાજપીપલા ની બેકરી માં ભરૂચ ફ્રુડ વિભાગની ટીમે તપાસ હાથ ધરી,જોકે કોઈ વાંધાજનક વસ્તુ ન મળી

ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના ફ્રુડ સેફટી ઓફિસર ટી.કે.નાગર દ્વારા બેકરી માં તપાસ

રાજપીપલા:રાજપીપલાના ટેકરા ફળિયામાં રહેતા મહેશભાઈ વસાવા એ સ્ટેશન રોડ પર ની એક બેકરી માંથી લીધેલી નાની કેક માં ફૂગ નીકળતા આ બાબતે જંગ એ ગુજરાત માં અહેવાલ પ્રસિદ્ધ થતા ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ ના ફ્રુડ સેફટી ઓફિસર ટી.કે.નાગર એ આજે આ બેકરી માં આકસ્મિક રેડ કરી ફરિયાદી મહેશભાઈ અને લઘુમતીના મહિલા અગ્રણી શબાનાબેન આરબ ની હાજરી માં ખાદ્ય સામગ્રી ની તપાસ કરી હતી જોકે આ બેકરી માંથી કોઈ વાંધાજનક કે બગડેલી વસ્તુ મળી ન હતી પરંતુ સમયાંતરે રાજપીપલા માં ચેકીંગ કરી ગ્રાહકોના સ્વાથ્ય સાથે ચેડાં ન થાય એ બાબતે મહિલા અગ્રણી શબાનાબેને ફ્રુડ વિભાગના અધિકારી નાગર ને જણાવ્યું હતું સાથે જંગ એ ગુજરાત ના રાજપીપલા પ્રતિનિધિ એ પણ આ બાબતે જાગૃતતા બતાવી એ બદલ એમનો પણ આભાર માન્યો હતો

ટી.કે.નાગર એ તપાસ બાદ બેકરી માંલિક અને કર્મચારીઓને પણ જરૂરી સૂચનો આપી ખાદ્ય સામગ્રી માટે ખાસ કાળજી લઈ વેચાણ કરાય એ માટે કડક સૂચના આપી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY