ભુજઃ
અંજારના ભીમાસરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને જૂતાંનો હાર પહેરાવીને અનુસૂચિતજાતીનું અપમાન કરવાના કેસમાં પોલીસ આરોપીને શોધીને પકડી ના શકતાં અનુસૂચિતજાતિ દ્વારા આજે ભુજમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું છે. જય ભીમના નારાથી કલેકટર ઓફિસ ગુંજી ઉઠી હતી.
ગત 26મી એપ્રિલે આ બનાવ બન્યો હતો પરંતુ આજદિન સુધી પોલીસ આરોપીને શોધી શકી નથી. રોષે ભરાયેલાં અનુસૂચિત જાતી દ્વારા કલેક્ટર કચેરીએ બેનરો સાથે વિરોધ દર્શાવી કલેક્ટરને લેખીત રજૂઆત કરી છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, યુવા ભીમસેના ગુજરાત આગેવાનો દ્વારા ભુજ કલેકટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે.


સમસ્ત કચ્છ અનુસૂચિત જાતિ સમાજ, ભીમાસરના ડૉ. બાબાસાહેબ આંબેડકર યુવક મંડળ અને ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી છે કે, આ કરતૂત બે સમાજ વચ્ચે વેરઝેર ઉભું કરવાના ષડયંત્રના ભાગરૂપે કરાયું છે. ગામના એક સ્થાનિક શખ્સ દ્વારા આવા બનાવને પ્રોત્સાહન અપાતું હોવાનો અનુસૂચિત જાતી દ્વારા નામજોગ આક્ષેપ કરી આ બનાવોના શકમંદ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવા પણ રજૂઆત કરાઈ છે. આંબેડકર સાથે ધણી માતંગદેવ અને મતિયાદેવ અંગે અભદ્ર ટીપ્પણી કરનારાં શખ્સ સામે પણ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.
રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ-કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






