બાબરા,તા.૧૪
પ્રેમમાં પાગલ યુવક-યુવતીઓ કંઇ પણ કરી ગુજરવા માટે તૈયાર હોય છે. પ્રેમનું જનૂન એટલી હદ સુધી સવાર હોય છે કે યુવક યુવતીઓ પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઇ જાય છે. આવો જ એક કિસ્સો બાબરાના રામનગર વિસ્તારમાં બન્યો છે. જ્યાં રહેતા સગીર પ્રેમિકા અને તેના પ્રેમી દ્વારા પ્રેમની વેદી ઉપર બલીદાન આપવાના વિચારોથી પોતપોતાના હાથની કલાઇ ઉપર બ્લેડથી ઇજા કરી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.
જાકે, આ ઘટનાથી કુટુંબ-પરિવારજનો દ્વારા સ્થાનિક સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં પ્રેમી સારવાર દરમિયાન ભયમુક્ત થયો છે જ્યારે સગીર વયની પ્રેમિકાને વધુ સાવરા માટે અમરેલી ખસેડવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે રામનગરમાં રહેતા ૧૮ વર્ષના યુવકને અન્ય સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને પ્રેમી પંખીડા અલગ-અલગ જ્ઞાતિ સમાજના કારણે લગ્ન નહીં થઇ શકે તેવી બીકના કારણે પોતે પોતાની જાતે હાથના ભાગે ગંભીર ઇજા કરવા અંગે પ્રેમી દ્વારા સ્થાનિક પોલીસમાં મથકમાં જાણવા જાગ એન્ટ્રી રજીસ્ટર કરાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




