અદાલતમાં સિવિલ હોસ્પિટલના તબીબો અંગે પંચોની જુબાની
સુરત, તા. ૦૪
ડીંડોલી ખાતે સગાભાઈ દ્વારા સગીબહેન પર કરવામાં આવેલા બળાત્કાર કેસમાં કાયદાથી સંઘર્ષમાં આવેલા સગીર ભાઈ સામે અદાલત દ્વારા ઈન્સાફ કાર્યવાહી શરૂ કરવામાં આપી હતી. મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ ડોક્ટર અને પંચોની જુબાની લીધી હતી. વધુ સુનાવણી ૧૪મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
આ કેસની વિગતો એવી છે કે, ગત તા. ૩૦/૯/૨૦૧૮ના રોજ ડીંડોલી ખાતે રહેતા એક શ્રમિક પીરવારમાં રાત્રિ દરમિયાન માતા-પિતા સાથે સૂતેલી એક પાંચ વર્ષની માસૂમ પુત્રી રાત્રે લઘુશંકાએ ગઈ હતી. આ દરમિયાન તેના સગા ભાઈએ તેણીને ઉપર લઈ જઈ બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો. સવારે માસૂમ પુત્રીએ માતા-પિતાને વાત કરતા તેઓની પગ નીચેથી જમીન ખસલી ગઈ હતી. ડીંડોલી પોલીસ મથકમાં સગીર ભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસ બળાત્કારનો ગુનો નોîધી સગીરભાઈની ધરપકડ કરી જુવેનાઈલ હોમ ખાતે મોકલી આપ્યો હતો. જુવેનાઈલ કોર્ટમાં સગીરભાઈ વિરુદ્ધ ઈન્સાફી કાર્યવાહી શરૂ થતા ડીજીપી નયન સુખડવાળાએ આજે ડોક્ટર અને પંચોની જુબાની લીધી હતી. વધુ સુનાવણી ૧૪મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




