બદામી,તા.૬
કોંગ્રેસના સિનિયર નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધાંરમૈયાએ એક નિવેદન આપ્યું છે. કર્ણાટકના બદામીમાં એક કાર્યક્રમમાં સિદ્ધાંરમૈયાએ કહ્યું કે, તેમને તિલક લગાવનારાઓથી ડર લાગે છે. તેમણે કહ્યું કે, મને તે લોકોથી ડર લાગે છે જે કંકું અથવા ભસ્મ સાથે લાંબુ તિલક લગાવે છે.
એક તરફ કોંગ્રેસ પાર્ટી થોડા સમયથી હિંદુ મતદારોને રિઝવવા માટે સોફ્ટ હિંદુત્વ અપનાવી રહી છે ત્યારે સિદ્ધારમૈયાનું આ નિવેદન તેમની પાર્ટીની મુશ્કેલી વધારી શકે તેવું ચર્ચાય રહ્યું છે. તેમજ આવનારા સમયમાં વિપક્ષ માટે આ મુદ્દો બની શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



