વાશિંગ્ટન,તા.૬
જા તમને વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યકિત વિશે પૂછવામાં આવે તો તમે એકદમથી જવાબ આપશો કે જેફ બેઝોસ. ફોર્બ્સના તરફથી મંગળવારે પ્રસિદ્ધ થયેલી દુનિયાના અબજાપતિઓની યાદીમાં તે આ વખતે પણ સૌથી આગળ છે. બેઝોસની કુલ સંપત્તિ ૧૩૧ અબજ ડાલરની છે. પરંતુ જો તમને વિશ્વના સૌથી યુવા અબજાપતિ વિશે પૂછવામાં આવે તો કદાચ તમને ખબર નથી. આ વખતે ફોર્બ્સની તરફથી પ્રકાશિત થયેલ યાદીમાં કાઇલી જેનર સૌથી યુવાન અબજાપતિ બની ગઇ છે. કાઈલી ૯૦૦ મિલિયન ડોલરની કંપની કાઇલી કોસ્મેટિક્સની માલિક છે.
કાઈલી જેનર ટોપ મોડલ કિમ કાર્દશિયનની ફેમિલી મેમ્બર છે, તેઓએ આ મુકામ કોસ્મેટિક બિઝનેસથી પ્રાપ્ત કર્યો છે. ૨૧ વર્ષની કાઈલીએ ત્રણ વર્ષ પહેલા કાઇલી કોસ્મેટિક્સથી બિઝનેસ શરૂ કર્યો હતો. ગયા વર્ષે તેમની કંપની ૩૬૦ મિલિયન ડોલરના કુલ વેચાણમાં સફળ રહી હતી. સૌથી યુવાન અબજાપતિની યાદીમાં કાઇલીએ ઝુકરબર્ગને પાછળ છોડી દીધો છે. જુકરબર્ગ ૨૩ વર્ષની ઉંમરે અબજાપતિ બિઝનેસમેનની યાદીમાં સામેલ થયા હતા.
ફોર્બ્સે જણાવ્યું હતું કે ઇ-કામર્સ ક્ષેત્રની અગ્રણી કંપની એમેઝોનનાં સ્થાપક, ૫૫ વર્ષીય જેફ બેઝોસ આ સૂચિમાં પ્રથમ સ્થાને છે. તેમના પછી બિલ ગેટ્સ અને વારેન બફેટનું સ્થાન છે. બેઝોસની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં ૧૯ અબજ ડાલર વધીને ૧૩૧ અબજ ડોલર થઇ છે. મુકેશ અંબાણી (૬૧ વર્ષ) ની સંપત્તિ ૨૦૧૮માં ૪૦.૧ અબજ ડાલર હતી જે વધીને ૫૦ અબજ ડાલર થઇ છે. દુનિયાના અમીરોમાં પાછલા વર્ષે તે ૧૯માં સ્થાન પર હતા અને આ વર્ષે તે છ સ્થાન આગળ વધી ૧૩મા નંબર પર આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



