મુંબઈ,તા.૧૯
ટોચની કલાકાર જાડી શ્રદ્ધા કપૂર અને શાહિદ કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુની રિલિઝ ડેટ બદલવામાં આવી હોવાની માહિતી મળી હતી. મૂળ જાહેરાત મુજબ આ ફિલ્મ ચાલુ વર્ષના સપ્ટેંબરની ૧૪મીએ રજૂ થવાની હતી. પરંતુ લેટેસ્ટ જાહેરાત મુજબ હવે ફિલ્મ ૨૧ સપ્ટેંબરે રજૂ થશે. ટ્રેડ પંડિતે આ જાહેરાત સોશ્યલ મિડિયા પર કરી હતી.
ઉત્તર ભારતમાં ઠેર ઠેર બેફામપણે થતી વીજચોરીના વિષય પરની આ ફિલ્મનું ડાયરેક્શન ટોયલેટ એક પ્રેમકથાના ડાયરેક્ટર શ્રી નારાયણ સિંઘ કરી રહ્યા છે. આ ફિલ્મમાં યામી ગૌતમ પણ ચમકી રહી છે. ફિલ્મની રિલિઝ ડેટ બદલવા પાછળના કારણની વિગતો જાહેર કરવામાં આવી નહોતી. આ ફિલ્મ કરવા માટે તો શ્રદ્ધાએ ટોચની મહિલા ખેલાડી સાઇના નેહવાલની બાયો-ફિલ્મની તૈયારી થોડો સમય મોકૂફ રાખી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






