ભાજપે બજેટમાં લ્હાણી ૨૦૧૯ વિધાનસભા ધ્યાને રાખીને કરી???

0
86

21/02/2018

ગુજરાત રાજ્યનું ૨૦૧૮-૧૯ના વર્ષ માટેનું અંદાજપત્ર મંગળવારે વિધાનસભામાં રજૂ કરાયું.પ્રથમ દ્રષ્ટિએ જ એ કૃષિક્ષેત્રલક્ષી બજેટ લાગે તેવું છે, પરંતુ તેની સાથે સાથે એ ‘જળ પુરવઠા’ લક્ષી પણ એટલું જ છે.કૃષિલક્ષી બજેટ આપવા સિવાય ગુજરાતની સરકાર પાસે બીજા વિકલ્પ જ નહોતો.કારણ કે કેન્દ્રના બજેટનો પડઘો પાડવો જરૂરી હતો. એક તો વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામીણ ક્ષેત્રએ ભાજપને મારેલો ફટકો એ તાજા બનાવ છે. સ્વાયત સંસ્થાઓની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં પણ એકંદરે ભાજપે પંચાયતો અને પાલિકાઓ ગુમાવી જ છે અને હવે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેથી ગ્રામીણ પ્રજાની સમસ્યાઓ ઉકેલવા અને યોગ્ય સંકલન સાધવા સરકારે ઝઝૂમવું જ પડશે.ગ્રામીણ પ્રજાનો વિશ્ર્વાસ નહીં જીતાય તો લોકસભાની હાલની બેઠકોમાં ગાબડું પડવાની શકયતા છે.કેન્દ્રએ પણ એ જ કરવાનું છે અને ભાજપશાસિત રાજ્ય સરકારોએ પણ એ જ કરવાનું છે.

ગયા વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળપ્રલય જેવી સ્થતિ સર્જાઈ હતી, તેમ છતાં ઉનાળો બેસે તે પહેલાથી ગુજરાતમાં પાણીની સમસ્યા, એ સળગતો પ્રશ્ર્‌ન બની ગઈ છે. દુર્ભાગ્યની વાત એ છે કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીનાં નીર તળિયે બેસી ગયા છે, એટલે સરકારે આવનારા પાણીની અછતના સંકટે મોરચો માંડવો પડશે. રજૂ થયેલા બજેટમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર પરિયોજના અંતર્ગત શહેરોને પણ ‘ગ્રીન,ક્લીન અને એન્વાયર્મેન્ટ, ફ્રેન્ડલી’ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂગર્ભના પાણીને રિસાઈકલ કરીને તેનો ઉપયોગ ઉદ્યોગો, કારખાનાઓ, બાગબગીચા તેમ જ બાંધકામ ક્ષેત્રે થઈ શકે તે માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવાની યોજના લાગુ કરાશે.

૩૨,૮૬૨ હેક્ટર વિસ્તારમાં જમીન અને જળના સંરક્ષણની યોજના ઉપરાંત ક્ષારગ્રસ્ત જમીનોની સુધારણાની કામગીરી, વરસાદી પાણીનો સંગ્રહ કરવા નવાં તળાવો, ડેમ, ચેકડેમ, ખેતતલાવડી, સીમતલાવડી, તળાવો ઊંડાં કરવા જેવી યોજનાઓ પાછળ ઘણું ભંડોળ બજેટમાં ફાળવવામાં આવ્યું છે, પરંતુ એ તો યોજનાઓ છે, બજેટનો અમલ એપ્રિલ મહિનાથી એટલે કે ભરઉનાળે શરૂ થશે. યોજનાઓ પરિપૂર્ણ થતાં વર્ષો લાગી જશે, તો પછી હાલની પાણીની કટોકટીને સરકાર કઈ રીતે પહોંચી વળશે, એ યક્ષ પ્રશ્ર્‌ન છે.

પાણીને સંબંધ છે ત્યાં સુધી સરકારે બજેટમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો એમ બંનેને આવરી લીધા છે, જેથી બંને ક્ષેત્રોમાં સલામત રીતે અને પર્યાપ્ત પાણી પૂરું પાડી શકાય. સરદાર સરોવર યોજના હેઠળ સહભાગી સિંચાઈ યોજના અંતર્ગત ખેડૂતોની જમીન સંપાદન કર્યા વગર સિંચાઈનો લાભ મળે તેવું માળખું સરકાર બનાવશે. ગયા વર્ષે ઉત્તર ગુજરાતમાં વરસાદે કેર વર્તાવ્યો હતો. ત્યાં વિસનગર, મહેસાણા, ગાંધીનગર જેવા જિલ્લાઓનાં ગામોમાં સિંચાઈ યોજનાઓ બનાવવા સુજલામ સુફલામ યોજનાને આગળ વધારશે.એક સમયની ઉદાહરણરૂપ ઉકાઈ-કાકરાપાર યોજના પર સરકારની નજર પડી છે અને તેનું આધુનિકીકરણ કરવાનું પગલું પ્રશસ્ય છે. એ યોજના અંતર્ગત આદિવાસીઓની તરસ મીટાવવાના સરકારના પ્રયાસ રહેશે, તેવું જણાય છે. પાણીનો વપરાશ ઓછો કરવા કૃષિક્ષેત્રે ‘ટપક સિંચાઈ’ને પ્રોત્સાહિત કરવાની જાગવાઈ પણ સરકારે મોટું ભંડોળ ફાળવીને કરી છે.

કૃષિક્ષેત્રના જાખમોને પહોંચી વળવા, ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ,કૃષિ યાંત્રિકીકરણ કરવા,કૃષિ શિક્ષણ અને તાલીમ માટે,જળ અને જમીન સંરક્ષણ માટે તેમ જ મત્સ્યોદ્યોગનું હૂંડિયામણ વધારવા માટે વેરામાફી જેવા પગલાં પણ સરકારે નક્કી કર્યાં છે.

ચૂંટણી માટે યુવાનોને પણ જેટલો લાભ આપી શકાય, સરકારે આપવાનું નક્કી કર્યું છે. યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો આપવા, માસિક પ્રોત્સાહક રકમ આપવા, સરકારના વિવિધ વિભાગોમાં ૩૦ હજાર નવી ભરતી કરવા, પશુફાર્મની સ્થાપના માટે ફાર્મ દીઠ ત્રણ લાખની સહાય પણ યુવાનો લઈ શકશે.મુખ્ય શહેરોમાં ફ્લાયઓવર બ્રિજ બાંધીને ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારવાનું ભંડોળ પણ બજેટમાં છે.યાત્રાધામો વિક્સાવવાની જાગવાઈ કરનાર સરકારે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને થોડો ફટકો પડે તેવો નિર્ણય લઈને વ્હીસ્કી, બિયર, વાઈન અને રમ જેવાં પીણા પરના કરવેરામાં જંગી વધારો કર્યો છે. કદાચ તો જ પાણીની Âસ્થતિમાં સુધારો થઈ શકશે!

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY