ઈરાકમાં મોસુલ નજીક નૌકાએ જળ સમાધિ લેતા ૬૧ મહિલાઓ સહિત ૯૪ના મોત

0
21

બગદાદ,તા.૨૨
ઇરાકના મોસુલમાં દજલા (ટિગ્રિસ) નદીમાં હોડી પલટવાથી ૯૪ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં મોટાંભાગે મહિલાઓ અને બાળકો છે. આ લોકો કુર્દિશનું નવું વર્ષ નૌરોજ મનાવવા જઇ રહ્યા હતા. ઘટનાના પગલે વડાપ્રધાન અદેલ અબ્દેલ મહદીએ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે અને તપાસના આદેશ આપ્યા છે.
નૌકામાં મહિલાઓ, પુરૂષો અને બાળકો હતો. આ તમામ લોકો ગુરૂવારે દજલા નદીની પાસે એક સ્થળ પર નૌરોજના પ્રસંગે પિકનિક મનાવવા જઇ રહ્યા હતા. દુર્ઘટનાનું કારણ નૌકામાં વધુ લોકો સવાર હોવાનું સામે આવ્યું છે. વિદેશ મંત્રાલય અનુસાર, ૫૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
મંત્રાલયના પ્રવક્તા સાદ માને જણાવ્યું કે, મૃતકોમાં ૧૯ બાળકો પણ હતા. દુર્ઘટનામાં ૬૧ મહિલાઓના મોત થયા છે. ઇરાકમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ISIS નો કબ્જો રહ્યો છે. આ દરમિયાન આતંકી દ્વારા લોકોને મારી નાખવાની ઘટનાઓ અનેક વખત સામે આવી છે, પરંતુ આ પ્રકારની દુર્ઘટના ખૂબ જ ઓછી થઇ છે.
વડાપ્રધાન અદેલ અનુસાર, આ પ્રકારની ઘટનાની કોઇ આશા ના કરી શકે. એક વ્યકિત તરીને કિનારા સુધી આવ્યો હતો. નૌકામાં અનેક મહિલાઓ અને બાળકો હતા. મોસુલના એક સુરક્ષા અધિકારીનું કહેવું છે કે, નૌકા ઓવરલોડેડ હતી, તેમાં અંદાજિત ૧૦૦ લોકો સવાર હતા, આ જ દુર્ઘટનાનું કારણ બન્યું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY