ઉ.પ્રદેશમાં ગુંડારાજ..!!, ભાજપ ધારાસભ્ય યોગેશ વર્માને ગોળી મારી

0
6

લખમીપુર,તા.૨૨
ઉત્તર પ્રદેશનાં લખમીપુર ખીરી જિલ્લામાં હોળીનાં અવસર પર બીજેપીનાં એક વિધાયકને ગોળી મારવામાં આવી છે. આ ઘટનાથી હડકંપ મચી ગયો છે. ગોળી બીજેપીનાં એમએલએ યોગેશ વર્માનાં પગમાં લાગી છે. તેમને ઇલાજ માટે એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અત્યારે તેમની સ્થિતિ સુધારા પર છે. બીજેપી નેતા યોગેશ વર્મા લખમીપુર સદર સીટથી વિધાયક છે. ઘટના તે સમયે થઇ જ્યારે બીજેપી વિધાયક યોગેશ વર્મા ગુરૂવાર એટલે કે હોળીનાં દિવસે લોકોને મળી રહ્યા હતા. આ દરમિયાન તેમની પર ગોળી ચલાવવામાં આવી. જે સીધી તેમના પગમાં જઇને વાગી હતી. ત્યારબાદ તરત જ તેમના પરિવારવાળા અને સમર્થક તેમને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.
ઘાયલ બીજેપી એમએલએ યોગેશ શર્માએ પોલીસ સામે પોતાનું નિવેદન નોંધાવતા ખનન માફિયાઓ પર ગોળી ચલાવવાવાનો આરોપ લગાવ્યો છે. બીજેપી એમએલએને ગોળી માર્યાની ખબર પડતા જ જિલ્લા ડીએમ અને એસપી પોલીસ બળ સાથે સમયે પહોંચી ગયા હતા. પોલીસે આ સંબંધમાં યોગેશ વર્મા પાસેથી લેખિતમાં ફરિયાદ કરી છે. આરોપીઓની શોધખોળ ચાલું છે. અત્યાર સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં નથી આવી.
જિલ્લાનાં ડીએમ અને એસપીએ યોગેશ વર્મા સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પુછ્યા અને જલ્દી આરોપીઓ સામે કાર્યવાહીની વાત કરી છે. પોલીસ અત્યારે આરોપીઓની શોધખોળ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY