બેંગ્લુરુ,તા.૨૨
કર્ણાટકના ધારવાડમાં કન્સ્ટ્રક્શનથતી ઈમારત ધરાશાયી થઈ જતા ત્રીજા દિવસે શુક્રવારે પણ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં ૧૪ લોકોના મૃતદેહો મળી આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે ૬૦ લોકોને બચાવ્યા છે. આ દુર્ઘટનામાં ૧૨ લોકો ગુમ થયા છે.
ડેપ્યૂટી કમિશ્નર દીપા ચોલને જણાવ્યું કે, ગુરુવારે ૨ અને શુક્રવારે એક વ્યકિતને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હજી પણ કાટમાળમાં ત્રણ લોકો ફસાયા હોવાની આશંકા છે. રેસ્કિયુંટીમે તેમને ઓકિસજન અને ઓઆરએસ આપ્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ૮ વર્ષના દિવ્યા ઉનાકલ, ૪૫ વર્ષના દક્ષાયિણી અને અન્ય એક અજાણી વ્યકિતનો મૃતદેહ ત્રીજા દિવસે બહાર કાઢવામાં આવ્યો છે. બચાવ ટીમના જણાવ્યા પ્રમાણે કાટમાળ નીચેથી હજી પણ જે પ્રમાણે અવાજ આવી રહ્યો છે તે પ્રમાણે ઓછામાં ઓછા ૧૨થી ૧૫ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની શકીયતા છે. પાંચ માળની આ ઈમારત કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી વિજય કુલકર્ણીના સંબંધીમાંથી એકની હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં ૫૬ લોકો ઘાયલ થયા છે.
કોંગ્રેસ નેતા વિનય કુલકર્ણીએ જણાવ્યું કે, આ ઈમારતની ભાગીદારીમાં એક તેમના સંબંધી પણ છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે, આ ઈમારતના બિલ્ડર્સમાં જેટલા પણ ભાગીદાર હશે તે દરેક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાટમાળમાં ફસાયેલા મોટા ભાગના લોકો ઉત્તર ભારતના પ્રવાસી મજૂર હતા. તેઓ અહીં ટાઈલ્સ લગાવવાનું કામ કરી રહ્યાં હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



