મોટેભાગે મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે
બગદાદ,તા.૩૧
ઇરાકે આંતકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે સંબધ રાખતા ૬૦૦થી વધારે વિદેશી નાગરિકોને સજા ફટકારી હતી. આ આંકડો વર્ષ ૨૦૧૮નો છે જે દરમિયાન ઇરાકે આઇએસ જેવા જેહાદી સંગઠન જીત મેળવી હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઇરાક લાંબા સમયથી આતંકી પ્રવૃત્તિઓ સામે લડી રહ્યું છે અને તેના દેશના મોટા ભાગ પર આતંકીઓએ કબ્જા મેળવેલ હતો. આતંકીઓએ ઇરાકના પડોશી દેશ સીરિયા પર પણ અંકુશ પ્રસ્થાપિત કરેલ છે.
ઇરાકમાં પરિસ્થિતિઓ ગંભીર હતી, જે હેઠળ વર્ષ ૨૦૧૪માં પ્રશાસને ૨૦ હજાર થી પણ વધારે લોકોની ધરપકડ કરી હતી. તેમની પર આરોપ હતો કે, આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે તેઓ સંબધ ધરાવે છે અને તેની આતંકી પ્રવૃત્તિઓમાં પરોવાયેલ હતા.
ઇરાકની ન્યાયવ્યવસ્થાના પ્રવક્તાએ સોમવારે માહિતી આપી હતી કે, ૨૦૧૮માં IS સાથે જોડાયેલ ૬૧૬ પુરુષો અને મહિલાઓ વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યો હતો અને ઇરાકના આતંકવાદ વિરોધ કાયદા હેઠળ તેમને સજા આપવામાં આવી હતી. તેમણે માહિતી આપી હતી કે, સજા પામનારાઓમાં કુલ ૪૬૬ મહિલાઓ, ૪૨ પુરુષો અને ૧૦૮ બાળકો હતા. પ્રવક્તાએ સજા મામલે કોઇ ખુલાસા કર્યા ન હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



