ડાંગના અકસ્માતમાં બસ ડ્રાઈવર અને ક્લાસીસ સંચાલકની ધરપકડ

0
17

સુબિર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી
સુરત, તા.૩૧
અમરોલી ગુરૂકૃપા ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ સાપુતારાના પ્રવાસે ગયા હતા. જ્યાંથી પરત થતા ડાંગ જિલ્લા પાસે આવેલી એક ૨૦૦ ફુટની ખાડીમાં લક્ઝરી બસ ખાબકી હતી. જેમાં ૧૦ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ ગુનામાં સુબીર પોલીસે ટ્યુશન સંચાલિકા અને ડ્રાઈવરની ગતરોજ ધરપકડ કરી હતી. આજે સાંજે તેઓને સુબીર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેઓની આઈપીસી ૩૦૪ મુજબ ધરપકડ કરવામાં આવી હોવાનું રેન્જ આઈજી એસપી રાજકુમાર, એસપી શ્રીમાળી તથા ડીવાયએસપી જગદીશ વસાવાએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી-છાપરાભાઠા વિસ્તારમાં આવેલા ગુરૂકૃપા ટ્યુશન ક્લાસીસની સંચાલિકા નીતાબેન બિપિનચંદ્ર પટેલ, ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓને શિહોરી ટ્રાવેર્લ્સ મારફતે સાપુતારા ખાતે પ્રવાસમાં લઈ ગયા હતા. જ્યાં તેમની બસ ઊંડી ખીણમાં ખાબકતા ૧૦ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા. સુબીર પોલીસે આઈપીસી ૩૦૪ મુજબનો ગુનો નોંધી શિહોરી ટ્રાવેર્લ્સના માલિક ખુમાણની ધરપકડ કરી સુબીર કોર્ટમાં રજૂ કરતા તેને સબજેલમાં મોકલી આપ્યો હતો. જ્યારે વડોદરા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ટ્યુશન સંચાલિકા નિતાબેન પટેલ તથા ડ્રાઈવર સંજય મહેતાની ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY