કેટલાક દૈનિક અખબારો માં ભરૂચ જિલ્લાના જંબુસર નજીક કહાનવા ગામે થી પરપ્રાંતિયો વતન માં પરત થયા ના અહેવાલ આજે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકે જ્યારે ગામ ની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે આ સમાચારો નું ખંડન થતા તંત્ર એ હાશકારો લીધો.

પોલીસ અધિક્ષકે જબદાર અધિકારીઓ ને સાથે રાખી ગામ ના સરપંચ તેમજ અન્ય ગ્રામજનો અને પરપ્રાંતિયો નું હાજરી માં લેવાયેલ મુલાકાત માં એવો એક પણ કિસ્સો સામે આવ્યો નથી કે કોઈ પરપ્રાંતિય વતન ગયા હોય અત્રે એ ઉલ્લેખનીય છે કે પોલીસ અધિક્ષકે પણ જણાવ્યું કે ક્યાંય કાયદો ને વ્યવસ્થા ને આંચ આવે એવો બનાવ બન્યો નથી અને સૌ હળીમળી રહે પોલીસ આપની સુરક્ષા બાબતે સચેત છે અને અફવાઓ માં આવવુ નહીં કે અફવા ફેલાવવી નહિ. જો કોઈ ખોટી અફવા ફેલાવશે તો તેની સામે પગલાં લેવાશેજ. પોલીસ અધિક્ષક ની
આ મુલાકાત એ પરપ્રાંતિયો ને ગુજરાત માં સુરક્ષા છે જ એવો ભાવ મજબૂત કરવામાં મહત્વ ની જાતમુલાકાત રહી એમ કહેવામાં અતિશયોક્તિ નથી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




