‘બાહુબલી’ રાયલ આલ્બર્ટ હાલમાં રજૂ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ

0
11

મુંબઈ,તા.૧
અભિનેતા પ્રભાસને યાદગાર રોલમાં રજૂ કરતી અને આવકની દ્રષ્ટિએ અનેરા રેકોર્ડઝ્ સ્થાપનારી ફિલ્મ બાહુબલિ ઃ બિગિનિંગ લંડનના જગવિખ્યાત રાયલ આલ્બર્ટ હાલમાં રજૂ થશે એેવી માહિતી મળી હતી. રાયલ ફિલહાર્મોનિક ઓરકેસ્ટ્રાના કન્ડક્ટર લુડવીગ વીકીએ પોતાની આૅફિશ્યલ વેબસાઇટ પર આ જાહેરાત કરી હતી. ફિલ્મ્સ ઇન કોન્સટ્‌ર્સ સિરિઝમાં આ ફિલ્મ રજૂ થશે અને એની સાથે
ફૂલફ્લેજ્ડ સિમ્ફની ઓરકેસ્ટ્રા લાઇવ રજૂ થશે. ફિલ્મ જાડે અંગ્રેજીમાં સબ-ટાઇટલ્સ પણ રજૂ કરાશે એમ આ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું. સાઉથની ભાષાઓ ઉપરાંત હિન્દીમાં ડબ થયેલી અને સુપરહિટ નીવડેલી આ ફિલ્મના હિન્દી વર્ઝનનું વિતરણ ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરે કર્યું હતું. રાયલ આલ્બર્ટ હાલમાં ડબ થયેલું હિન્દી વર્ઝન રજૂ થવાનું છે.
વેબસાઇટ પર વધુમાં અપાયેલી માહિતી મુજબ આ ફિલ્મ ૨૦૧૯ના ઓક્ટોબરની ૧૯મીએ સાંજે સાડા સાત વાગ્યે રજૂ થશે અને એ પંદર વર્ષથી વધુ વયના દર્શકો માટે રહેશે. વિજયેન્દ્ર પ્રસાદે લખેલી અને એસ એસ રાજામૌલીએ ડાયરેક્ટ કરેલી આ ફિલ્મે દુનિયાભરમાં કુલ ૧૫૦૦ કરોડની આવક રળી લીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY