બહુચરાજીમાં માતાજીને અર્પણ કરેલા ફૂલોમાંથી ખાતર બનાવાશે

0
9

બહુચરાજી,તા.૨૧
બહુચરાજી ધામમાં આદ્યશકિત માં બહુચરાજી સાક્ષાત બિરાજમાન છે. કોઈપણ શ્રદ્ધાળુ ભક્ત માતાજીના પાળે જે માનતા માને છે તેને માં બહુચરા અચૂક પૂરી કરે છે. લાખો શ્રદ્ધાળુઓના કામ અને તેમની મનોકામના માતાજી પૂરી કરે છે. અને એટલે જ બહુચરાજીના બહુચરમાંના આંગણે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. અને માતાજીને પુષ્પના હાર સહિત પ્રસાદી અર્પણ કરે છે.
ત્યારે રોજ મોટી સંખ્યામાં મંદિરમાં આવતા ફૂલોના હારને લઈને મંદિર પ્રશાસન દ્વારા એક નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો છે જેમાં મંદિરમાં આવતા ફૂલોને ૧૦ દિવસની પ્રોસેસ કર્યા બાદ તેનું ખાતર બનાવવામાં આવશે. આ ખાતર જૈવિક તો હશે જ પરંતુ સાથે ખાતર જે ફૂલમાંથી બન્યા છે તેમાં માતાજીની શÂક્ત જાડાયેલી હોવાથી ખેતરમાં સોનેરી પાક ઉગશે તેવું મંદિરના વહીવટદારે જણાવ્યું હતું.
આજે ૨૧મી સદીમાં અનેક ખાતર જમીનમાં ભળી રહ્યા છે. પાકને જીવંત દાન મળે છે પરંતુ પોષણ મળતું નથી અને આજે ખાતરના કારણે જમીન ખેડૂતોની નષ્ટ થઈ રહી છે, તેવામાં માં બહુચરાજી મંદિર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવા માં આવ્યો છે જેમાં આસ્થાના પ્રતીકસમા મંદિમાં બહુચરાજીને ભક્તો દ્વારા શ્રદ્ધાથી ચઢાવવામાં આવતા ફૂલોનો સદઉપયોગ કરવામાં આવશે.
મંદિરમાં આવતા ફૂલોને મશીનમાં નાખ્યા બાદ જૈવિક ખાતરમાં નાખવામાં આવતા મિનરલ્સ અને વિટામિન સહીત સુગંધનો ઉમેરો કરીને તે ફૂલોનું ખાતર બનાવવામાં આવશે. આ ખાતર મંદિર પરિસરના ભેટ કેન્દ્ર પર નજીવી કિંમતે વહેંચાણ કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY