આગામી વર્ષાઋતુ-૨૦૧૮ : જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ બેઠક મળી

0
70

ભરૂચઃ(સોમવાર):-
ભરૂચ જિલ્લામાં આગામી ચોમાસા દરમ્યાન સાવચેતીના ભાગરૂપે પુર સામે બચાવ રાહતની કામગીરી અને ભારે વરસાદના પગલે નાગરિકોને મિલકતને પશુઓને નુકશાન ન થાય તે માટે આગોતરા આયોજન માટે અને તેની સમીક્ષા માટે જિલ્લા આયોજન ભવન ખાતે કલેક્ટાર રવિકુમાર અરોરાના અધ્યભક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં જિલ્લાના તમામ સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિીત રહ્યા હતા.
આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોમાં તમામ લાયઝન અધિકારીઓને ફાળવેલ તાલુકાના મુખ્ય મથકે તાલુકા રાહત કમિટિની મીટીંગ બોલાવવાની રહેશે. ગત વર્ષના અનુભવો આધારે તાલુકામાં અસરગ્રસ્તો ગામો તથા સ્થાળાંતર કરાવવાપાત્ર વિસ્તાર તથા કુટુંબોને સ્થાળાંતર કરાવી શકાય. વર્ષાઋતુ પહેલા ટીડીએમપી / વીડીએમપી પ્લાન અપડેશન કરાવવાના રહેશે અને ઓન લાઇન અપડેટ કરી લાયઝનની સહીવાળુ પ્રમાણપત્ર મોકલવું. વર્ષાઋતુના સમયે અસરગ્રસ્ત ગામોના લોકોને કયા સ્થળે સ્થળાંતર કરવાના છે જેનું સ્થળ સુરક્ષિત છે કે કેમ તેની ચકાસણી કરી ટીમોની રચના કરી દેવાની રહેશે. બચાવ રાહત કામગીરી માટે તરવૈયાની યાદી તૈયાર કરાવવાની રહેશે. તાલુકામાં આવેલ સ્વૈચ્છિક સંસ્થાાના પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં રહી એક મીટીંગનું આયોજન કરી ભવિષ્યમાં જરૂર પડે ફુડ પેકેટની વ્ય્વસ્થાં અંગે આયોજન કરવું. ચોમાસા પુર્વે અસરગ્રસ્ત ગામોમાં લોક જાગૃતિ તથા તંત્રની એલર્ટેશન ચકાસવા માટે તાલુકા કક્ષાની એક મોકડ્રીલ કરી ફોટોગ્રાફસ સહીતનો અહેવાલ મોકલવાનો રહેશે. જેમાં ટોલ ફ્રી નંબર – ૧૦૭૭ તેમજ ફલડ કંટ્રોલ નંબરો ૨૨૩૩૦૩, ૨૪૨૩૦૦, ૨૬૫૦૫૦, ૨૬૫૧૫૧ તેમજ દરેક તાલુકામાં ફલડ કંટ્રોલ રૂમ મામલતદાર કચેરીમાં ઉપલબ્ધે રહેશે. જેનો સૌએ નોંધ લેવા જણાવાયું હતું.
જળ સંચય અભિયાન અંતર્ગત જિલ્લામાં આવેલા કાંસ સફાઇની કામગીરી સંદર્ભે પ્રાંત અધિકારીઓને નિરિક્ષણ કામગીરી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાંતવાર લાયઝન અધિકારી તરીકે પણ જવાબદારીઓ આપવામાં આવી હતી.
સ્વૈેચ્છિક સંસ્થાવઓની યાદી સંપર્ક માહિતી તેમજ, બોટ, હોડી, તરવૈયા અને આનુસંગિક સાધન સામગ્રી જનરેટરોની વ્યવસ્થાઓ આગોતરી કરવી અને ચકાસણી કરવાની પણ સૂચના તમામ મામલતદાર તમામ તાલુકા વિકાસ અધિકારી અને અધિકારીઓને આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જશુબેન પઢિયાર, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ અધિકારી સંદિપસીંગ, જિલ્લા હોમગાર્ડઝ, કમાન્ડલર, કાર્યપાલક ઇજનેર સ્ટેટ, સિંચાઇ, મધ્યજ સિંચાઇ અને નગરપાલિકાના ચીફ ઓફીસરો સાથે પૂર – વાવાઝોડા – રાહત – બચાવ – સ્થળાંતર – જાનમાલનું રક્ષણ સહિત તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY