બેઇજીંગ,તા.૩૦
ચીનની પ્રોડક્ટસ ભારતના બજારોમાં છવાઈ રહી છે તેની સામે ભારતની એક પ્રોડક્ટ ચીનમાં ખાસી લોકપ્રિય થઈ છે અને તે છે બોલીવૂડની ફિલ્મો.
ચીનમાં બોલીવૂડ ફિલ્મોનો એક આગવો ચાહક વર્ગ ઉભો થયો છે.જેના પરિણામે ૨૦૧૮માં બોલીવૂડ ફિલ્મોએ ચીનમાં ૧૩૦૦ કરોડ રુપિયાનો બીઝનેસ કર્યો છે.બોલીવૂડ ફિલ્મોના વિષય વૈવિધ્યને જાતા ચીનમાં તેની લોકપ્રિયતામાં વધારો થઈ શકે છે.
૨૦૧૭માં આમીરખાનની દંગલ ચીનમાં રિલિઝ થઈ હતી.એ પહેલા પીકે પણ ચીનમાં દર્શાવાઈ હતી.બંને ફિલ્મો ચીનમાં સુપરહિટ સાબીત થઈ હતી.આમીરખાન આજે ચીનમાં ભારતનો સૌથી લોકપ્રિય એક્ટર છે.
જાકે એ પછી સંખ્યાબંધ ભારતીય ફિલ્મો ચીનમાં દર્શાવાઈ છે. આ માટે બોલીવૂડ ફિલ્મોને ચીનની મેંડેરિન ભાષામાં ડબ કરવામાં આવે છે.
૨૦૧૮માં ભારતની ૧૦ બોલીવૂડ ફિલ્મ ચીનમાં રિલિઝ થઈ હતી. જેની સામે ૨૦૧૭માં માંત્ર એક ફિલ્મ રિલિઝ થઈ હતી.
૧૯૫૧માં સૌથી પહેલી બોલીવૂડ ફિલ્મ ચીનમાં રિલિઝ થઈ હતી અને તે રાજકપૂરે બનાવેલી આવારા ફિલ્મ હતી.જેના ૫૮ વર્ષ બાદ રાજકુમાર હિરાનીની સુપરહિટ થ્રી ઈડિયટ્સ ચીનમાં દર્શાવાઈ હતી.જેણે ભારતીય ફિલ્મો માટે ચીનના દરવાજા ફરી ખોલી નાંખ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



