બૈરુત,તા.૨૧
ઇઝરાયલ સેના દ્વારા સીરિયામાં સ્થિત કેટલાક ઇરાન સેનાના ઠેકાણાઓને નિશાના બનાવવા હવાઇ હુમલા કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે સીરિયામાં સ્થિત ઇરાની રિવોલ્યૂશનરી ગાડ્ર્સના કેટલાક ઠેકાણાઓને નષ્ટ કરવા માટે આ આપરેશન હાથ ધર્યું હતું.
ઇઝરાયલ સેનાના હવાઇ હુમલામાં અત્યાર સુધી સરકારના ૧૧ સમર્થકોના મોત નીપજ્યા છે, જેમાં બે નાગરિકોનો સમાવેશ પણ થાય છે. ઇઝરાયલે સીરિયા તરફથી છોડેલ એક રોકેટને તોડી પાડ્યું હતું, જે પછી જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલે સીરિયા પર હવાઇ હુમલા કર્યા હતા.
સીરિયામાં યુદ્ધ સ્થિતિ પર નજર રાખતી બ્રિટનની સંસ્થા મુજબ આ હુમલો ગત વર્ષના હુમલાઓ કરતા વધારે ખતરનાક હતો. સંસ્થાના રિપોર્ટ મુજબ ઇઝરાયલ દ્વારા લેબનાની શિયા વિદ્રોહી હિજબુલ્લા અને ઇરાની યુદ્ધખોરોના ઠેકાણાઓને નિશાનો બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયલ સેના દ્વારા સીરિયાની રાજધાની દમિશ્કમાં સ્થિત એરપોર્ટ અને શહેરના કેટલાક મહત્વના વિસ્તારો પર હુમલા કરવામાં આવ્યા હતા. દમિશ્કમાં સ્થિત ઢાલા સેન્ય એરપોર્ટને નિશાનો બનાવવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




