આજથી 21થી 25 જાન્યુઆરી એ કાળીપટ્ટી પહેરી ફરજ બજાવશે : 15 ફેબ્રુઆરી સુધી વિરોધ પ્રદર્શન કરશે
રાજપીપળા : નર્મદા જિલ્લાના 450 જેટલા આરો્ય શાખાના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ ને લઈને સરકાર સામે બાયો ચઢાવી છે અને આજે સોમવારે તેઓએ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી વિરોધ કર્યો હતો આ રીતે 25 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી પહેરી દેખાવો કરશે.
નર્મદા જિલ્લાના 450 થી વધુ કર્મચારીઓ કે જેઓ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગમાં આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેક્નિશિયન ફાર્માસીસ્ટ સહીત કર્મચારીઓ કે જેઓની બઢતી, પગાર ધોરણ તફાવત, મહેકમ જેવી ઘણી માંગ અવાર નવાર સ્થાનિક લેવલે અને રાજ્ય કક્ષાએ આરોગ્ય મંત્રાલય સહીત મુખ્યમંત્રીને કરી છે પણ કોઈ હલ આવતો નથી જેથી નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મીઓ આજે 21 જાન્યુ થી કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી 25 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી લગાવી ફરજ બજાવી સરકાર સામે આંદોલનનું રણસીંગુ ફુક્યું છે. આ કર્મીઓ આગામી 28 જાન્યુઆરી ફરજ બજાવાશે પરંતુ તાલુકા જિલ્લામાં રિપોટીંગ નહિ કરે, 6 ફેબ્રુઆરી એ માસ સીએલ પર ઉતરશે, અને જિલ્લા મથકે રામધૂન અને સફાઈ કરી વિરોધ પ્રદર્શન કરશે. છતાં પણ જો સરકારે કોઈ મચક ના આપી તો 15 ફેબ્રુઆરી થી અચોક્કસ મુદતની હળતાલ પર ઉતરી જશે આમ રાજ્ય માં હજારો કર્મચારીઓ હડતાલ પર ઉતરશે ત્યારે દર્દીઓનું શું થશે માટે સરકારે કોઈ વચલો માર્ગ અપનાવવો જોઈએ.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




