બેંગ્લોર,તા. ૫
કર્ણાટકમાં પૂર્ણ બજેટને લઇને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નારાજગી વ્યક્ત કરી છે. સિદ્ધારમૈયા ભારે નાખુશ દેખાઈ રહ્યા છે. તેમના કહેવા મુજબ સરકારને પૂર્ણ બજેટ રજૂ કરવાની જરૂર ન હતી. કારણ કે મોટાભાગની યોજનાઓને જારી રાખવાની જરૂર હતી. રાહુલ ગાંધીએ હજુ સુધી બજેટ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી પરંતુ રાહુલે ગઈકાલે જ Âટ્વટ કરીને કહ્યું હતું કે, કર્ણાટકના લોકોને કૃષિ લોન માફીથી રાહત થશે. ખેડૂતો માટે આશાના કિરણ સમાન આ બજેટ રહ્યું છે. કર્ણાટકમાં બજેટના એક દિવસ પહેલા રાહુલે કહ્યું હતું કે, અમારી કોંગ્રેસ અને જેડીએસની સરકાર ચોક્કસપણે કૃષિ લોન માફ કરશે અને કૃષિને વધારે લાભદાયી બનાવશે. બીજી બાજુ કોંગ્રેસના સિદ્ધારમૈયા બજેટને લઇને નાખુશ દેખાઈ રહ્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





