મોરબી ના શનાળા બાયપાસ નજીક ભૂગર્ભના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા

0
276

વોર્ડના મહિલા કાઉન્સિલરે કરી રજૂઆત

મોરબીના શનાળા બાયપાસ નજીકના વિસ્તારમાં ભૂગર્ભ ગટર સફાઈના અભાવે ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે અને ત્રણ દિવસથી ગંદા પાણીના તલાવડા ભરાતા જન આરોગ્ય પર ખતરો ઉભો થયો છે

મોરબીના વોર્ડ નં ૧૧ ના મહિલા કાઉન્સિલરકુસુમબેન કરમશીભાઈ પરમારે પાલિકાના ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કેશનાળા રોડ પરના એપોલો હોલ અને ગોકળદાસ પ્રાગજી જીનીંગ મિલ નજીક ભૂગર્ભ ગટર છેલ્લાત્રણ દિવસથી છલકાઈ છે જેનું ગંદુ પાણી રોડ પર જેમનું તેમ પડ્યું છે અને કાઉન્સિલરદ્વારા આ બાબતે ફોન પર તેમજ રૂબરૂ રજૂઆત છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી જેથી વહેલીતકે આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ આ પ્રશ્ન ગંભીર સમજીતાકીદે નિકાલ કરવાની માંગ કરી છે અન્યથા ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી નજીકના રહેણાંકવિસ્તારમાં ફરી વળશે અને રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે જેથી પ્રશ્નનોતાકીદે યોગ્ય ઉકેલ લાવવા માંગણી કરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY