સુરત,તા.૧૨
મેઘાણીનગર પોલીસે ગણતરીના દિવસોમાં બકરાના ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસે સુરતમાંથી બકરા ચોરને ઝડપી પાડ્યો છે. આ મામલે અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમારે પોલીસને આદેશ આપ્યા હતા. રાજકીય દબાણ થતા પોલીસે ગણતરીના દિવસોમાં બકરા ચોરને ઝડપી પાડ્યો છે.
ધારાસભ્યનો આદેશ થતા એસપી સહિતનો કાફલો કામે લાગ્યો હતો. ૮૦ હજાર રૂપિયાનો બકરો ચોરી થતા માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય પ્રદિપ પરમારને રજૂઆત કરતા તેમણે પોલીસને બકરો શોધવાના આદેશ આપ્યા હતા. ચોર અમદાવાદથી બકારને મુંબઈ લઈ જઈ રહ્યો હતો ત્યારે પોલીસે સુરત ખાતે ચોરની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ બકરાની કિંમત ૮૦ હજાર આંકવામાં આવી રહી છે. ત્યારે બકરા ચોર મુંબઇ જઇ રહ્યો હતો ત્યારે તેને સુરતથી પકડી પાડવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





